ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) નાં ડિરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયા કહે છે કે, જૂન અને જુલાઈમાં ભારતમાં કોરોના વાયરસ ચરમસીમાએ રહેશે. આ સમય દરમિયાન, દેશમાં સૌથી વધુ કેસ આવી શકે છે અને જીવ પણ જઇ છે. તેમણે કહ્યું છે કે, મોડેલિંગ ડેટા અને કેસો વધ્યાનાં આધારે, અમે કહી શકીએ કે જૂન અને જુલાઈમાં કોરોનાનાં સૌથી વધુ કેસ હશે.
એઇમ્સનાં ડિરેક્ટરએ કહ્યું કે, આવી ઘણી ચીજો છે, જેની અસર આ રોગનાં ફેલાવાને રોકવા અથવા અટકાવવા કહેવામાં આવી રહી છે. સમય સાથે, તેના પ્રભાવ વિશે યોગ્ય રીતે કંઈક કહી શકાય. તેમણે લોકડાઉન વિશે કહ્યું કે, તેમાં કેટલો ફરક પડ્યો છે, તે આગામી સમયમાં પણ જાણી લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું છે કે આ વાયરસ ખૂબ જ ઝડપથી સમાપ્ત થવાનો નથી. કેસ શૂન્ય ન થાય ત્યાં સુધી ખૂબ લાંબો સમય લાગી શકે છે. દેશમાં કોરોના ચેપનાં કેસોમાં છેલ્લા 8 થી 10 દિવસોમાં નોંધપાત્ર વધારો થયો છે. હવે કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આવતા મહિનામાં, મુશ્કેલ સમય આવી શકે છે. ગુરુવારે, દિલ્હીનાં આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને પણ લાંબા ગાળા સુધી કોરોના ચાલશે તેવી વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોરોના લાંબા સમય સુધી રહેશે.
દેશ અને વિશ્વમાં કોરોના વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 52 હજારને વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર ભારતમાં કોવિડ-19 પોઝિટિવ કેસની કુલ સંખ્યા 52,952 રહી છે અને આ વાયરસને કારણે 1,783 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં હાલમાં 35,902 સક્રિય કેસ છે એટલે કે આ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. વળી 15,267 દર્દીઓ સ્વસ્થ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
