Not Set/ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કર્યો દાવો – એક ‘સ્ટાર’ એ આપી હતી સુશાંતને તેની કારકિર્દી ખતમ કરવાની ધમકી

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ મોટો દાવો કર્યો છે. વિવેકે ટ્વીટ કર્યું છે કે, ‘સુશાંતની એક વખત ફાર્મ હાઉસમાં એક અભિનેતા સાથે દલીલ થઈ હતી. આ અભિનેતાને એક સ્ટાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પછી સ્ટારે ગુસ્સે થઈને સુશાંતની કારકીર્દિની સમાપ્ત કરવાની ધમકી […]

Uncategorized

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ મોટો દાવો કર્યો છે. વિવેકે ટ્વીટ કર્યું છે કે, ‘સુશાંતની એક વખત ફાર્મ હાઉસમાં એક અભિનેતા સાથે દલીલ થઈ હતી. આ અભિનેતાને એક સ્ટાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પછી સ્ટારે ગુસ્સે થઈને સુશાંતની કારકીર્દિની સમાપ્ત કરવાની ધમકી આપી હતી જેમ કે તેણે બીજાની સાથે કરી હતી. રિયા ફક્ત એક મુખોટો છે. મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર કેટલાક ખૂબ શક્તિશાળી લોકોને બચાવી રહી છે.

વિવેક સુશાંત કેસમાં પહેલા પણ ઘણી વાર બોલી ચૂક્યો છે. આ સિવાય તેણે બોલિવૂડમાં નેપોટિઝમ અને ડ્રગ્સ વિશે પણ ખુલાસો કર્યા છે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં રિયાની કેટલીક ચેટ વાયરલ થઈ હતી જેમાં ડ્રગ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પછી, મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે શનિવારે કહ્યું હતું કે સુશાંત કેસમાં ડ્રગ્સના લેણદેણની કથિત તપાસ અંગે તેમને કેટલીક ફરિયાદો મળી છે જેનો તેઓ સીબીઆઈને રિફર કરશે.

આ કેસમાં ડ્રગ્સની ભૂમિકાની તપાસ માટે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની ત્રણ સભ્યોની ટીમ દિલ્હીથી મુંબઇ આવી છે.

તાજેતરમાં જ જ્યારે રિયાને એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે રિયાએ કહ્યું હતું કે, ‘મેં ક્યારેય ડ્રગ્સનું સેવન કર્યું નથી. પરંતુ, સુશાંત ગાંજો લેતો હતો, આ વેશે કહીને મને ખૂબ જ દુ:ખ થાય છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.