Not Set/ ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા સરકાર સ્માર્ટ ફોનની ખરીદી પર આપી શકે છે રાહત, જાણો

નવી દિલ્હીઃ નોટબંધીથી નાણાંકીય કોટકટી ઉભી થતા સરકાર ઓનલાઇન પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સતત નવી નવી યોજના લાવી રહી છે. ડિજીટલ પેમેન્ટથી ખરીદી કરનારને રાહત અને ઇનામ પણ આપી રહી છે. સરકાર ડિજીટલ પેમેન્ટ કરનાર લોકો માટે વધુ એક રહાત લાવવા જઇ રહી છે. લોકો વધુમાં વધુ મોબાઇલથી ડિજીટલ પેમેન્ટ કરી શકે એટલા માટે સ્માર્ટફોન […]

Uncategorized

નવી દિલ્હીઃ નોટબંધીથી નાણાંકીય કોટકટી ઉભી થતા સરકાર ઓનલાઇન પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સતત નવી નવી યોજના લાવી રહી છે. ડિજીટલ પેમેન્ટથી ખરીદી કરનારને રાહત અને ઇનામ પણ આપી રહી છે. સરકાર ડિજીટલ પેમેન્ટ કરનાર લોકો માટે વધુ એક રહાત લાવવા જઇ રહી છે.

લોકો વધુમાં વધુ મોબાઇલથી ડિજીટલ પેમેન્ટ કરી શકે એટલા માટે સ્માર્ટફોન પર ટેક્સમાં રાહત આપી સસ્તા કરી શકે છે. સરકાર અમુક નક્કી કરવામાં આવેલી કિમતોના સ્માર્ટ ફોનને ટેક્સ મુક્ત કરવાનું વિચારી રહી છે. જો એવું કરવામાં આવશે તો 3200 રૂપિયાનો સ્માર્ટ ફોન 2000 થી 2300 રૂપિયામાં મળશે. આમ સરકાર ટેક્સમાં ઓછામાં ઓછો  30 થી 40 ટકાન ટેક્સમાં છુટ આપશે.

નીતિ આયોગ દ્વારા બનાવવામાં આવેલી નાણા મંત્રાલય, મુખ્યમંત્રીઓની સમિતિમાં ચર્ચા દરમિયાન આ પ્રકારનો સૂજાવ મળ્યો હતો. આયોગ દ્વારા બનાવવામાં આવેલી સમિતિના સંયોજક અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ડિજીટલ લેવદ દેવડ મામલે સ્માર્ટ ફોન પર સબસિડિ આપવાની વાક કરી હતી. આયોગે જણાવ્યું હતું કે, મોબાઇલ પર સબસિડિ આપવની ભલામણ પણ આવી છે. આયોગના અધિકારીક સૂત્રોએ જણાવ્યું હતું કે, અમુક કિમતના સ્માર્ટ ફોનમાં રાહત આપવા માટે ટેક્સ મુક્ત કરવાનો વિચાર ચાલી રહ્યો છે.