Not Set/ ડીઝલનાં ભાવમાં સતત પાંચમાં દિવસે થયો ઘટાડો, પેટ્રોલનો ભાવ સ્થિર

  આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. જોકે, સ્થાનિક બજારમાં સરકારી ઓઇલ કંપનીઓએ આજે ​​સતત 5 માં દિવસે ડીઝલનાં ભાવમાં ઘટાડો કર્યો છે. જોકે, પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે પણ દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 81.14 રૂપિયા […]

Business
79dd2486f89f8a3dea6be4338723f2a0 ડીઝલનાં ભાવમાં સતત પાંચમાં દિવસે થયો ઘટાડો, પેટ્રોલનો ભાવ સ્થિર
 

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. જોકે, સ્થાનિક બજારમાં સરકારી ઓઇલ કંપનીઓએ આજે ​​સતત 5 માં દિવસે ડીઝલનાં ભાવમાં ઘટાડો કર્યો છે. જોકે, પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે પણ દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 81.14 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 15 પૈસાનો ઘટાડો થયો છે, જે પછી તે લિટરદીઠ 71.43 રૂપિયા પર આવી ગયો છે.

વળી આજે મુંબઈમાં પેટ્રોલનાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મુંબઈમાં આજે બીજા દિવસે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 87.82 છે. ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટર 5 પૈસાનો ઘટાડો થયો છે, ત્યારબાદ એક લિટર ડીઝલનો નવો ભાવ હવે 77.97 રૂપિયા પર આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.