Not Set/ ડોનાલ્ડ ટ્રમ્પે રજુ કર્યો 700 બિલિયન ડોલરનો પ્રસ્તાવ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંરક્ષણ બજેટ 700 બિલિયન ડોલર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે….આ ગત બજેટથી 81 બિલિયન ડોલર જેટલું વધુ છે. એટલે કે, ટ્રમ્પ 14 ટકા સુધી સંરક્ષણ બજેટ વધારવા માગે છે. જો સેનેટ મંજૂરી આપે તો આ 2003 બાદ સર્વાધિક વધારો ગણાશે. 2001માં થયેલા 9/11 હુમલા બાદ અમેરિકાએ સંરક્ષણ બજેટમાં 26 ટકાનો વધારો […]

World

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંરક્ષણ બજેટ 700 બિલિયન ડોલર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે….આ ગત બજેટથી 81 બિલિયન ડોલર જેટલું વધુ છે. એટલે કે, ટ્રમ્પ 14 ટકા સુધી સંરક્ષણ બજેટ વધારવા માગે છે. જો સેનેટ મંજૂરી આપે તો આ 2003 બાદ સર્વાધિક વધારો ગણાશે. 2001માં થયેલા 9/11 હુમલા બાદ અમેરિકાએ સંરક્ષણ બજેટમાં 26 ટકાનો વધારો કર્યો હતો. ખાસ વાત એ છે કે, ફેબ્રુઆરીમાં ટ્રમ્પે સંરક્ષણ બજેટમાં 54 અબજ ડોલર વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ સનકી દેશ ઉ.કોરિયાના હાઈડ્રોજન બોમ્બ અને બેલેસ્ટિક મિસાઈલોના પરીક્ષણ બાદ વધારે વૃદ્ધિના સંકેત આપ્યા છે. ટ્રમ્પ સરકારે બજેટની જે રૂપરેખા તૈયાર કરી છે.તે હેઠળ વિદેશી દેશોને અપાતી મદદ અને ઘરેલુ કાર્યક્રમોમાં કાપ મૂકી નાણાં એકઠા કરાશે. પાક.ને મળેલ નોન-નાટો ગ્રૂપ હેઠળ મળેલા દરજજાને ઘટાડી દેવાશે