ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસ આરોપીની સતત પુછપરછ કરવામાં આવી રહી છે ત્યારે સુશાંતની પ્રેમિકા રિયાના ભાઈ શોવિક અને તેના ઘરના મેનેજર સેમુઅલ મીરાંડાને 9 નવેમ્બર સુધીમાં મુંબઈ કોર્ટ દ્વારા નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ પછી હવે એનસીબી દ્વારા રિમાન્ડ મેળવતાં આ બંનેની સઘન પૂછપરછ કરી શકાય છે.
સુશાંતના જુનમાં થયેલા મોતને લઈને ડ્રગ્સ મામલે તપાસ કરી રહેલ એનસીબી કસ્ટડીમાં આરોપી ડ્રગ્સ તસ્કર કૈઝન ઇબ્રાહિમને પહેલા જ 14 દિવસ માટે મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સુશાંત કેસ/ પૂછપરછ માટે શોવિક અને મિરાંડાને સાથે લઈ ગઈ NCB
સુશાંત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં ચેટ દરમિયાન ડ્રગ્સ, ખરીદીથી સંબંધિત વસ્તુઓ જાહેર થયા બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. સુશાંતના પિતા કે.કે. સિંહે પટનામાં 28 જુલાઈએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા બાદ ઇડીએ 31 જુલાઇએ આ કેસમાં કેસ નોંધ્યો હતો. 34 વર્ષીય સુશાંત રાજપૂત 14 જૂને મુંબઇના બાંદ્રામાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
શુક્રવારે એનસીબી દ્વારા સેમુઅલ મીરાંડા અને શોવિક ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, આ બંને પર એન્ટી-નારકોટિક્સ એક્ટ હેઠળ અનેક કલમોનો આરોપ મૂકવામાં આવ્યો છે. શુક્રવારે એસીબી અધિકારીઓ અને પોલીસની સંયુક્ત ટીમે તેમના ઘરે દરોડા પાડ્યા હતા.
સુશાંતઈ મોત કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી મુખ્ય આરોપી છે. આ કેસની તપાસ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ- સીબીઆઈ, મની લોન્ડરિંગ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને ડ્રગ્સ કનેક્શન બ્યુરો ઓફ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
