બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવે મોટો દાવ રમ્યો છે. યુવાનોને ખુશી આપવા માટે તેમણે જાહેરાત કરી છે કે, જો તેમની સરકાર આવશે તો પહેલી મંત્રીમંડળની બેઠકમાં જ રાજ્યનાં 10 લાખ લોકોનાં રોજગાર અંગે પહેલો નિર્ણય લેવામાં આવશે.
તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું, “પ્રથમ કેબિનેટમાં, પ્રથમ કલમથી બિહારનાં 10 લાખ યુવાનોને નોકરી આપશે.. બિહારમાં પહેલેથી 4 લાખ 50 હજાર ખાલી જગ્યાઓ છે.. શિક્ષા, સ્વાસ્થ્ય, ગૃહ વિભાગ સહિત અન્ય વિભાગોમાં રાષ્ટ્રીય સરેરાશનાં માનકોનાં હિસાબથી બિહારમાં હજુ 5 લાખ 50 હજાર એપોઇન્ટમેન્ટની હવે ખૂબ જ જરૂર છે.” રવિવારે પટનામાં એક પત્રકાર પરિષદમાં તેજસ્વીએ જણાવ્યું હતું કે, આરજેડી દ્વારા ગત 5 સપ્ટેમ્બરના રોજ શરૂ કરાયેલા બેરોજગારી નિવારણ પોર્ટલ પર આજ સુધી 9,47,324 બેરોજગાર યુવાનો અને 13,11,626 લોકોએ ટોલ ફ્રી નંબર પર Missed Call કર્યો છે. એટલે કે, અત્યાર સુધીમાં કુલ 22,58,950 લોકોએ નોંધણી કરાવી છે. તેમના કહેવા મુજબ બિહારમાં પહેલેથી 4 લાખ 50 હજાર ખાલી જગ્યાઓ છે. શિક્ષણ, આરોગ્ય, ગૃહ વિભાગ અને અન્ય વિભાગોમાં રાષ્ટ્રીય સરેરાશ અને નિર્ધારિત ધોરણો અનુસાર, હજુ પણ બિહારમાં 5 લાખ 50 હજાર નિમણૂંકોની ખૂબ જ જરૂર છે.
पहली कैबिनेट में पहली कलम से बिहार के 10 लाख युवाओं को नौकरी देंगे।
बिहार में 4 लाख 50 हज़ार रिक्तियाँ पहले से ही है। शिक्षा, स्वास्थ्य, गृह विभाग सहित अन्य विभागों में राष्ट्रीय औसत के मानकों के हिसाब से बिहार में अभी 5 लाख 50 हज़ार नियुक्तियों की अत्यंत आवश्यकता है।
— Tejashwi Yadav (@yadavtejashwi) September 27, 2020
તેમણે કહ્યું કે, ઉદાહરણ તરીકે, આરોગ્ય મંત્રાલયે નિર્ધારિત કરેલા ધોરણે બિહાર તળિયે છે. બિહારની વસ્તી આશરે 12.5 કરોડ છે. ડબ્લ્યુએચઓનાં આરોગ્ય ધોરણ મુજબ, 1000 વસ્તીમાં એક ડોક્ટર હોવો જોઈએ, પરંતુ બિહારમાં 17 હજાર વસ્તીમાં એક ડોક્ટર છે. તદનુસાર, બિહારમાં એક લાખ પચીસ હજાર ડોકટરોની જરૂર છે. નર્સ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ જેવા સપોર્ટ સ્ટાફની સમાન પ્રમાણમાં આવશ્યકતા છે. આરોગ્ય વિભાગમાં જ અઢી લાખ લોકોની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
