અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ટીમે એક નિવેદન બહાર પાડ્યું હતું અને તેના ચાહકોને તેમના જીવન અને વર્કને સેલિબ્રેટ કરવા જણાવ્યું છે અને મીડિયાને તેમના પરિવાર માટે પ્રાઈવેસી જાળવવા અપીલ કરી હતી. સુશાંત સિંહ રાજપૂતે રવિવારે બાંદ્રામાં તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
સુશાંત સિંહ રાજપૂતના પરિવારના આધારે તેમની ટીમે એક નિવેદન બહાર પાડ્યું જેમાં તેમણે લખ્યું કે, ‘દુખની વાત છે કે સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી. અમે તેમના ચાહકોને તેમને તેમના વિચારોમાં રાખવા અને તેમના જીવન અને વર્કની ઉજવણી કરવા અપીલ કરીએ છીએ. અમે આ દુખની ઘડીમાં ગોપનીયતા જાળવવામાં સહાય માટે મીડિયાને અપીલ પણ કરીએ છીએ.
મુંબઈ પોલીસે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતનું મોત આત્મહત્યાને કારણે થયું છે અને તે તેની તપાસ કરી રહ્યા છીએ. ઘટના સ્થળેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. જ્યારે પરિવારે નિર્ણય કર્યો છે કે સુશાંત સિંહના ફિલ્મ ઉદ્યોગના મિત્રોની વિનંતી અને કોરોના વાયરસના મહામારીને કારણે, તેની અંતિમ સંસ્કાર મુંબઇમાં જ કરવામાં આવશે. જો કે અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેનો મૃતદેહ પટના લઇ જવામાં આવશે.
Not fair Sushi! One week everything changed! Not fair my baby! pic.twitter.com/aEnWaOlrXR
— Ekta Kapoor (@ektarkapoor) June 14, 2020
સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરનારા લોકો ચોંકી ઉઠ્યા છે અને સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પવિત્ર રિશ્તા અને કિસ દેશ હૈ મેરા દિલ સિરિયલમાં સુશાંત સિંહ રાજપૂતને કાસ્ટ કરનાર નિર્માતા એકતા કપૂરે એક ઈન્સ્ટાગ્રામ કન્વર્ઝનનો એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો અને લખ્યું હતું, ‘નોટ ફેર સુશાંત, એક અઠવાડિયામાં બધું બદલાઈ જાય છે! આ સારું નથી કર્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
