Not Set/ દિલ્હી પોલીસ કોન્ટેબલની કોરોનાથી મોત, માત્ર 24 કલાકમાં ગુમાવ્યો જીવ

દિલ્હીનો 31 વર્ષીય કોન્સ્ટેબલ અમિત રાણા સોમવારે સાંજે બિલ્કુલ સ્વસ્થ હતા. તેમને ખ્યાલ પણ નહોતો કે કોવિડ-19 વાયરસે તેના શરીર પર હુમલો કર્યો છે. પરંતુ અચાનક તેની તબિયત લથડતા તે 24 કલાકમાં જ મોતને ભેટી ગયા હતા. તેમનુ મૃત્યુ ડરામણુ છે કારણ કે આ બતાવે છે કે કોવિડ-19 વાયરસ કેટલો ખતરનાક છે અને આપણે અને […]

India
a181f1584aa2034d33ea99bb68f74725 1 દિલ્હી પોલીસ કોન્ટેબલની કોરોનાથી મોત, માત્ર 24 કલાકમાં ગુમાવ્યો જીવ

દિલ્હીનો 31 વર્ષીય કોન્સ્ટેબલ અમિત રાણા સોમવારે સાંજે બિલ્કુલ સ્વસ્થ હતા. તેમને ખ્યાલ પણ નહોતો કે કોવિડ-19 વાયરસે તેના શરીર પર હુમલો કર્યો છે. પરંતુ અચાનક તેની તબિયત લથડતા તે 24 કલાકમાં જ મોતને ભેટી ગયા હતા. તેમનુ મૃત્યુ ડરામણુ છે કારણ કે આ બતાવે છે કે કોવિડ-19 વાયરસ કેટલો ખતરનાક છે અને આપણે અને સરકાર તેને લઇને કેટલા બેદરકાર છીએ.

કોન્સ્ટેબલ અમિત રાણ કોરોના વાયરસનાં ચેપને કારણે પોતાનો જીવ ગુમાવનાર દિલ્હીનાં પહેલા પોલીસ કર્મચારી છે. 31 વર્ષીય અમિત રાણાની સારવાર દરમિયાન કથિત રીતે બેદરકારી સામે આવી છે. એવો આરોપ છે કે એક હોસ્પિટલે તેમને દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે બીજી હોસ્પિટલમાં દાખલ થયા પરંતુ કોરોનાનાં લક્ષણો અને કથળી ગયેલી સ્થિતિ હોવા છતાં તેમને રજા આપવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે, દિલ્હીનાં 80 પોલીસ કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. સીએમ અરવિંદ કેજરીવાલે અમિત રાણાની કર્તવ્યનિષ્ઠાને સલામ કર્યું છે અને તેમના પરિવારનાં સભ્યોને એક કરોડ રૂપિયાનું રાશિ જાહેર કર્યું છે.

મળતી માહિતી મુજબ ભારત નગર પોલીસ સ્ટેશનમાં તૈનાત અમિત સોમવારે સાંજે ફરજ પરના પોતાના રૂમમાં પાછા આવ્યા હતા, ત્યારે તેને હળવો તાવ આવ્યો હતો અને દવા લઇને તેઓ સુઈ ગયા હતા. પરંતુ રાત્રે 2 વાગ્યાની આસપાસ જ્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી ત્યારે તેમણે પોતાના રૂમ પાર્ટનરને કહ્યું. આ પછી, અમિતને ગરમ પાણી અને ચા આપવામાં આવી હતી, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહી. તે પછી, મંગળવારે વહેલી સવારનાં અરસામાં, તેમનો રૂમ પાર્ટનર તેમને અશોક વિહાર વિસ્તારમાં લઈ ગયો, જ્યાં પોલીસ કર્મચારીઓનું કોરોનો ટેસ્ટ સેન્ટર છે. પરંતુ ત્યાં તેમને કહેવામાં આવ્યું કે અહીં ફક્ત કોરોનોનાં ટેસ્ટ થઈ શકે છે, પ્રવેશ આપી શકાતો નથી. તે પછી તેમને બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પણ તેમને કહેવામાં આવ્યું હતું કે તે અમિતને એડમિટ નથી કરી શકતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.