Not Set/ દિલ બેચારાથી લઈ બિગિલ સુધી, આ ભારતીય ફિલ્મના ટ્રેલરે દુનિયામાં બજાવ્યો ડંકો

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ થતાની સાથે તેના નામે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘દિલ બેચારા’ નું ટ્રેલર યુટ્યુબ પર સૌથી વધુ પસંદ કરાયેલ ફિલ્મનું ટ્રેલર બની ગયું છે. આ ફિલ્મના ટ્રેલરે થોડા કલાકોમાં આ રેકોર્ડ બનાવ્યો […]

Uncategorized
2e21a0e4bb3c46f1eb7e533005a00326 દિલ બેચારાથી લઈ બિગિલ સુધી, આ ભારતીય ફિલ્મના ટ્રેલરે દુનિયામાં બજાવ્યો ડંકો

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ થતાની સાથે તેના નામે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘દિલ બેચારા’ નું ટ્રેલર યુટ્યુબ પર સૌથી વધુ પસંદ કરાયેલ ફિલ્મનું ટ્રેલર બની ગયું છે. આ ફિલ્મના ટ્રેલરે થોડા કલાકોમાં આ રેકોર્ડ બનાવ્યો છે.ટ્રેલરને બે દિવસમાં આશરે 8 મિલિયન લાઇક્સ મળી છે. આજે અમે તમને એવા ટ્રેલર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને યુટ્યુબ પર સૌથી વધુ લાઈક્સ મળી છે. તમને જાણીને આશ્ચર્ય અને આનંદ થશે કે ટોપ

હાઉસફુલ 4

10 માં ભારતની 5 મૂવી છે. 10 માં નંબર પર અક્ષય કુમાર, બોબી દેઓલ, કૃતિ સેનન અને રિતેશ દેશમુખ અભિનિત ફિલ્મ હાઉસફુલ 4 નું ટ્રેલર. વર્ષ 2019 માં રિલીઝ કરવામાં આવેલી ફિલ્મના ટ્રેલરને યુટ્યુબ પર 1.81 મિલિયન લાઈક્સ મળી છે.

એવેન્જર્સ: ઇનફિનિટી વોર ટ્રેલર 2

નંબર 9 પર છે એવેન્જર્સ: ઇનફિનિટી વોરનું બીજું ટ્રેલર. વર્ષ 2018 માં આવેલા આ ટ્રેલરને 1.85 મિલિયન લાઈક્સ મળી છે.

સ્પાઇડર મેન: ફાર ફ્રોમ ધ હોમ

8 માં નંબર પર ટોમ હોલેન્ડની ફિલ્મ સ્પાઇડર મેન: ફાર ફ્રોમ ધ હોમનું ટ્રેલર છે. 2019 માં રિલીઝ થયેલ ટ્રેલરને યુટ્યુબ પર 1.88 મિલિયન લાઈક્સ મળી છે.

બાગી 3

7 નાબ્નાર પર છે વર્ષ 2020 માં રિલીઝ થયેલ ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની બાગી 3 નું ટ્રેલરને વર્ષ 2020 માં રિલીઝ કરાયેલા યુટ્યુબ પર 1.89 મિલિયન લાઈક્સ મળી છે.

ઝીરો

6 નંબર પર શાહરૂખ ખાન, કેટરીના કૈફ અને અનુષ્કા શર્માની ફિલ્મ ઝીરોનું ટ્રેલર છે, વર્ષ 2018 માં આવેલા ટ્રેલરને 2.01 મિલિયન લાઈક્સ મળી છે.

બિગિલ

5 માં નંબર પર થાલાપતિ વિજયની ફિલ્મ ‘બિગિલ’નું ટ્રેલર છે, વર્ષ 2019 માં આવેલા આ ટ્રેલરને 2.32 મિલિયન લાઈક્સ મળી છે.

એવેન્જર્સ: એન્ડગેમ ટ્રેલર 2

4 માં નંબર પર એવેન્જર્સ: એન્ડગેમનું બીજા ટ્રેલર છે. 2019 માં આવેલા આ ટ્રેલરને યુટ્યુબ પર 2.98 મિલિયન લાઇક્સ મળી છે.

એવેન્જર્સ: એન્ડગેમ

ત્રીજા નંબર પર છે એવેન્જર્સ એન્ડગેમનું પહેલું ટ્રેલર, જેને 3.26 મિલિયન લાઈક્સ મળી છે.

એવેન્જર્સ: ઇનફિનિટી વોર

બીજા ક્રમે એવેન્જર્સ: ઇનફિનિટી વોરનું ટ્રેલર છે, 2017 માં રિલીઝ થયેલ ફિલ્મના ટ્રેલરને 3.64 મિલિયન લાઈક્સ મળી.

દિલ બેચારા

નંબર 1 પર સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘દિલ બેચારા’ નું ટ્રેલર છે. આ ટ્રેલરને માત્ર બે જ દિવસમાં 7.9 મિલિયન લાઇક્સ મળી છે. આ ફિલ્મની લાઈક્સમાં હવે ઘણો વધારો થશે, કદાચ થોડા દિવસોમાં એક કરોડ લાઈક્સ આ ફિલ્મના ટ્રેલરને મળશે. કોઈ પણ ફિલ્મ માટે અત્યારે આ ટ્રેલરને હરાવવું મુશ્કેલ રહેશે.  

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.