National/ દેશમાં કોરોનાની બીજી લહેરે હવે લગભગ લગભગ દસ્તક, સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની, અહીં છેલ્લાં 24 કલાકમાં 8,800થી વધુ નવા કેસ નોંધાયા | મહારાષ્ટ્રમાં સતત કેસ વધવાને લીધે હવે ફરી એકવાર એક્ટિવ કેસની રીતે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે આવી ગયું, મહારાષ્ટ્રમાં હવે 59 હજાર જ્યારે કેરળમાં હવે 52 હજાર એક્ટિવ કેસ | દેશમાં છેલ્લાં 24 કલાકમાં નવા કેસ 16,900 નોંધાયા, જ્યારે કે છેલ્લાં 24 કલાકમાં રિકવરી ખૂબ ઓછી એટલે કે 12 હજાર જ નોંધાઈ | દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ફરી વધીને 1.48 લાખ કેસ સુધી પહોંચી, એક સમયે આ સંખ્યા 1.32 લાખ સુધી ઉતરી ગઈ હતી | દેશમાં મહારાષ્ટ્ર, કેરળ ઉપરાંત હવે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ સતત નવા કેસ વધી રહ્યાં છે, કેન્દ્ર સરકારે પણ મહારાષ્ટ્ર, કેરળ અને તેલંગાણામાં નવો સ્ટ્રેન મળ્યો હોવાની પુષ્ટિ કરી | દેશમાં વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે બુધવારે રાત સુધીમાં દેશમાં 1.21 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી | દેશમાં વેક્સિનેશનની બાબતમાં ઉત્તરપ્રદેશ 12.3 લાખ ડોઝ સાથે પ્રથમ ક્રમે, મહારાષ્ટ્ર 10.3 લાખ ડોઝ સાથે બીજા ક્રમે જ્યારે ગુજરાત 9.1 લાખ ડોઝ સાથે ત્રીજા ક્રમે |પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તામિલનાડુ અને પુડુચેરીની મુલાકાતે, જયાં તેઓ વિવિધ જનકલ્યાણના પ્રોકેજ્ટને ખુલ્લાં મુકશે

Breaking News