Not Set/ દેશમાં 15 ઓક્ટોબરથી શાળા શરૂ કરવા કેન્દ્ર સરકારે જાહેર કરી SOP

દેશમાં 15 ઓક્ટોબરથી શાળા શરૂ કરવા SOP જાહેર  કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ગાઈડલાઇન જાહેર   કોવિડ ગાઇડલાઇનના તમામ નિયમોનું પાલન ફરજિયાત  સ્કૂલ કેમ્પસમાં ઇમરજન્સી કેર ટીમ પણ બનાવવી પડશે  વાલીઓની સહમતિથી જ બાળકોને સ્કૂલ બોલાવાશે  કેન્દ્ર સરકારે આગામી 15મી ઓક્ટોબરથી દેશભરમાં શાળાઓ તબક્કાવાર શરૂ કરવાની માર્ગદર્શિકા જારી કરી છે. આરોગ્ય મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયે બહાર પાડેલી આ માર્ગદર્શિકા બે […]

Uncategorized
4675dadf9c4485277af84788b55c8ff1 1 દેશમાં 15 ઓક્ટોબરથી શાળા શરૂ કરવા કેન્દ્ર સરકારે જાહેર કરી SOP
  • દેશમાં 15 ઓક્ટોબરથી શાળા શરૂ કરવા SOP જાહેર 
  • કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ગાઈડલાઇન જાહેર  
  • કોવિડ ગાઇડલાઇનના તમામ નિયમોનું પાલન ફરજિયાત 
  • સ્કૂલ કેમ્પસમાં ઇમરજન્સી કેર ટીમ પણ બનાવવી પડશે 
  • વાલીઓની સહમતિથી જ બાળકોને સ્કૂલ બોલાવાશે 

કેન્દ્ર સરકારે આગામી 15મી ઓક્ટોબરથી દેશભરમાં શાળાઓ તબક્કાવાર શરૂ કરવાની માર્ગદર્શિકા જારી કરી છે. આરોગ્ય મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયે બહાર પાડેલી આ માર્ગદર્શિકા બે ભાગની છે. પ્રથમ ભાગમાં માસ્ક પહેરવો, સામાજિક અંતરની જાળવણી જેવા આરોગ્ય અને સલામતીના પાસાઓને આવરી લેવાયા છે. જ્યારે બીજા ભાગમાં શૈક્ષણિક મુદ્દાઓનો સમાવેશ કરાયો છે.

આ માર્ગદર્શિકામાં માહિતી ટેકનોલોજીનો વર્ગમાં શિક્ષણ આપવા યોગ્ય ઉપયોગ થાય તે માટે શિક્ષકોના કૌશલ્ય વિકાસ ઉપર ભાર મૂકાયો છે. વિદ્યાર્થીઓને અસરકારક રીતે શિક્ષણ આપવા આગામી વર્ષ માટે વૈકલ્પિક શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેલેન્ડર બનાવવાની સૂચના અપાઈ છે.

આ માર્ગદર્શિકામાં ટેકનોલોજી આધારિત શિક્ષણ, વર્કબુક તથા વર્કશીટ ઉપર ખાસ ભાર મૂકાયો છે. શાળામાં શિક્ષણ કાર્ય માટે બહાર પડાયેલી માર્ગદર્શિકાના આધારે રાજ્ય સરકારો પોતાની SOP- એટલે કે નિર્ધારિત સંચાલન પધ્ધતિ ઘડી શકશે તથા આ હેતુથી અલાયદી  કાર્યપધ્ધતિ નિર્ધારિત કરવા શાળાઓને પણ પ્રોત્સાહન અપાશે. જો કે, ઉલ્લેખનીય છે કે, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં 31 મી સુધી શાળાઓ બંધ રહેશા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews