Not Set/ દોઢથી બે લાખ લોકો વચ્ચે 17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉજવશે જન્મદિવસ

નરેન્દ્ર મોદી જ્યારથી PM બન્યા ત્યારથી એમના માટે કઈ ના કઈ અલગ જ આયોજન થતું રહે છે. મોદી વિદેશ યાત્રા પર જાય કે પછી ગુજરાત માં આવે તેમના સ્વાગતમાં હમેશા નવિનતા જોવા જ મળે છે, પણ આ વખતે મોદી પહેલી જ વાર ડભોઈ ખાતે આવશે. ૧૭મી સપ્ટેમ્બર એટલે વિશ્વકર્મા જયંતિ અને તેની સાથે સાથે વડા […]

India

નરેન્દ્ર મોદી જ્યારથી PM બન્યા ત્યારથી એમના માટે કઈ ના કઈ અલગ જ આયોજન થતું રહે છે. મોદી વિદેશ યાત્રા પર જાય કે પછી ગુજરાત માં આવે તેમના સ્વાગતમાં હમેશા નવિનતા જોવા જ મળે છે, પણ આ વખતે મોદી પહેલી જ વાર ડભોઈ ખાતે આવશે. ૧૭મી સપ્ટેમ્બર એટલે વિશ્વકર્મા જયંતિ અને તેની સાથે સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ૬૮મો જન્મ દિવસ પણ છે. તેથી તેમનાં ચાહકોમાં ખુબ જ ઉત્સાહ છે.

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ઉત્તર ગુજરાતની જવાબદારી સંભાળતા પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, મધ્ય ગુજરાતની જવાબદારી સંભાળતા પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, દક્ષિણ ગુજરાતની જવાબદારી સંભાળતા પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર તેમજ તેમની સાથે પ્રદેશ ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટ અને ગોર્ધન ઝડફિયા પણ ડભોઈ ખાતે પહોંચ્યાં હતાં.

તા.૧૭મીના રોજ ડભોઈના કોલેજ ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રીની મોદીની જાહેર સભા યોજાવાની છે.  ૧૮૦૦ કે તેથી પણ વધુ બસો દોડાવાશે.

દાહોદ, આણંદથી લઈને વડોદરા જિલ્લો ખેડા છેક સુરત સુધીના લોકો પીએમના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જેમાં ૨ લાખ જેટલા આવાનું અનુમાન છે.

ભાજપના નેતાઓએ જાહેર સભાના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.