Not Set/ દ્વારકા/ આડા સંબંધોનો આવ્યો ભયાનક અંજામ, પત્નીએ પ્રેમી સાથે મળીને પતિ સાથે કર્યું આવું

દ્વારકા જિલ્લાના વરવાળા ગામમાં 36 વર્ષીય વ્યક્તિના માથા પર 30 કિલોના પથ્થર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસે ઘટનાના 24 કલાકમાં જ મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. પુછપરછમાં જાણવા મળ્યું કે, પતિની હત્યા કરવા માટે પત્નીએ પહેલા તેના જમવામાં ઉંધની ગોળીઓ નાખી. જ્યારે તે સૂઈ ગયો હતો, ત્યારે […]

Gujarat Others

દ્વારકા જિલ્લાના વરવાળા ગામમાં 36 વર્ષીય વ્યક્તિના માથા પર 30 કિલોના પથ્થર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસે ઘટનાના 24 કલાકમાં જ મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. પુછપરછમાં જાણવા મળ્યું કે, પતિની હત્યા કરવા માટે પત્નીએ પહેલા તેના જમવામાં ઉંધની ગોળીઓ નાખી. જ્યારે તે સૂઈ ગયો હતો, ત્યારે તેણે તેના પ્રેમીને બોલાવ્યો અને માથામાં પથ્થર મારીને તેની હત્યા કરી હતી.

મળતી માહિતી અનુસાર, દ્વારકાના વરવાળા ગામે 36 વર્ષીય અરવિંદ વરજંગભાઇ અસવાર એક ભાડાના મકાનમાં રહેતો હતો અને મજૂરી કરતો હતો, અરવિદભાઇ સોમવારે રાત્રે ઘરની છત પર એકલો સૂતો હતો. ઓરડામાં પત્ની અને બે બાળકો સૂઈ રહ્યા હતા. ત્યારે કોઈએ તેની હત્યા કરી હતી.

દ્વારકા એસઓજીના પો.ઓ.મહંમદ બલોચ અને પીઓ.કોસ્ટેબલ ધંબા જાડેજા પાસેથી મળેલી બાતમીના આધારે ખંભાળીયામાં રહેતા પૂનમ બેનને ઈજાઝ ભાઇ કાસમભાઇ ગજ્જન સાથે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું હતું. બંને ગુપ્ત રીતે એકબીજાને મળતા. આ અંગે જ્યારે પતિ અરવિદભાઇને ખબર પડી ત્યારે તેણે તેને સંબંધ તોડવા કહ્યું. પરંતુ તે પછી પણ બંને મળતા રહ્યા.

પોલીસે જણાવ્યું કે પતિ પૂનમ બેનના પ્રેમ વચ્ચે કાંટો હોવાને કારણે બંનેએ તેની હત્યા કરવાની યોજના બનાવી હતી. જે બાદ પૂનમ બેને સોમવારે રાત્રે અરવિંદભાઇને ઉંધની ગોળીઓ ખવડાવી હતી. જે બાદ અરવિંદભાઇ ટેરેસ પર સૂવા ગયા હતા. મોડી રાત્રે પૂનમ બેને તેના પ્રેમી ઇજાઝ ગજ્જરને બોલાવી અરવિંદભાઇના માથા પર પથ્થર વડે હુમલો કરી હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે બંનેએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.