Not Set/ ધર્મેન્દ્રએ સંભાળી હેમા માલિનીના પ્રચારની કમાન, જોવા મળ્યો ‘વીરૂ’નો ખાસ અંદાજ

મથુરા, મથુરા સંસદીય ક્ષેત્રમાંથી ભાજપના ઉમેદવાર હેમા માલિનીના સમર્થનમાં હવે તેમના પતિ અને અભિનેતા ધર્મેન્દ્ર પણ મેદાનમાં આવ્યા છે.  તેમણે આજે એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. અને શોલેના વીરૂના ખાસ અંદાજમાં હેમામાલિની માટે વોટની અપીલ પણ કરી હતી. જનસભાને સંબોધિત કરતા ધર્મેન્દ્ર ઘણા ફિલ્મી ડાયલોગ્સ પણ બોલ્યા હતા.  આ સાંભળીને જનતાએ તાળીઓનો ગડગડાટ કર્યો […]

Uncategorized
dharmendra ધર્મેન્દ્રએ સંભાળી હેમા માલિનીના પ્રચારની કમાન, જોવા મળ્યો 'વીરૂ'નો ખાસ અંદાજ

મથુરા,

મથુરા સંસદીય ક્ષેત્રમાંથી ભાજપના ઉમેદવાર હેમા માલિનીના સમર્થનમાં હવે તેમના પતિ અને અભિનેતા ધર્મેન્દ્ર પણ મેદાનમાં આવ્યા છે.  તેમણે આજે એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. અને શોલેના વીરૂના ખાસ અંદાજમાં હેમામાલિની માટે વોટની અપીલ પણ કરી હતી.

જનસભાને સંબોધિત કરતા ધર્મેન્દ્ર ઘણા ફિલ્મી ડાયલોગ્સ પણ બોલ્યા હતા.  આ સાંભળીને જનતાએ તાળીઓનો ગડગડાટ કર્યો હતો. મંચ પર ધર્મેન્દ્ર સાથે પત્ની હેમામાલિની સહિત પાર્ટીના ઘણા પદાધિકારીઓ પણ હાજર હતા.

ધર્મેન્દ્રએ ગઢવાલ સ્ટેડિયમમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી.  અને  ફિલ્મ શોલેના વીરૂના અંદાજમાં  ધર્મેન્દ્રએ કહ્યું હતું કે ગાવવાલો અગર આપને હેમા માલિની કો અચ્છે વોટો સે નહીં જિતાયા તો મેં ઇસ ગાંવ કી ટંકી પર ચઢ જાઉંગા… ધર્મેન્દ્રના આ સંવદ પર  આખા સ્ટેડિયમમાં તાળીઓ પડી હતી.

ધર્મેન્દ્રએ કહયું કે પંજાબથી આસામા સુધી અને કન્યાકુમારીથી  કાશ્મીર સુધી દરેક બાળક, વૃદ્ધ અને યુવાનો દેશને પોતાની માતા સમજીને ભારત દેશની ઉન્નતિ માટે મહેનત કરે. આપણે  ભારતને માતા કહીએ છીએ તો ફક્ત કહીને નહીં માતા સમજીને  જુઓ , તમારી માતા પર કોઈ બૂરી નજરથી જુએ તો તેની આંખો ફોડી નાંખશો તમે.

ભાજપાએ જાટ સમુદાયના મતદાતાઓને રિઝવવા ધર્મેન્દ્રને મેદાનમાં ઉતાર્યા છે.  અને જે ક્ષેત્રમાં ધર્મેન્દ્નની સભા માટે પરવાનગી લેવામાં આવી છે તે જાટ બહુલ વિસ્તાર છે. સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છેકે ધર્મેન્દ્ર હેમામાલિની સાથે આ વિસ્તારોમાં રોડ શો પણ કરી શકે છે. જોકે હજી સુધી રોડ શો માટેની પરવનાગી લેવામાં આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે ધર્મેન્દ્રની સાથે સાથે હેમામાલિની ની દીકરીઓ  એશા અને ઇશા પણ ચૂંટણી પ્રચારમાં આવી શકે છે.