Not Set/ ધોનીનાં સમર્થનમાં ગંભીર, કહ્યુ- જ્યાં સુધી મેચ જીતાડી શકે છે તેમણે રમવું જોઇએ

મહેન્દ્રસિંહ ધોનીની ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની સતત અટકળો ચાલી રહી છે, પરંતુ ધોનીનાં ચાહકો હજી પણ તેને મેદાન પર રમતા જોવા માંગે છે. ભારતનાં ભૂતપૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરનું પણ માનવું છે કે જ્યાં સુધી ધોની ફિટ અને ફોર્મમાં હોય ત્યાં સુધી તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવું જોઈએ. ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ શો ‘ક્રિકેટ કનેક્ટેડ‘ માં કહ્યુ, એમ એસ […]

Uncategorized
9be73d5fb6b880295000c96c81ac5e61 ધોનીનાં સમર્થનમાં ગંભીર, કહ્યુ- જ્યાં સુધી મેચ જીતાડી શકે છે તેમણે રમવું જોઇએ

મહેન્દ્રસિંહ ધોનીની ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની સતત અટકળો ચાલી રહી છે, પરંતુ ધોનીનાં ચાહકો હજી પણ તેને મેદાન પર રમતા જોવા માંગે છે. ભારતનાં ભૂતપૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરનું પણ માનવું છે કે જ્યાં સુધી ધોની ફિટ અને ફોર્મમાં હોય ત્યાં સુધી તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવું જોઈએ.

ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ શો ક્રિકેટ કનેક્ટેડમાં કહ્યુ, એમ એસ ધોની સારા ફોર્મમાં છે અને તે પોતાની રમતની મજા લઇ રહ્યા છે. જો તેમને લાગે છે કે તે હજી પણ દેશ માટે મેચ રમી શકે છે, ખાસ કરીને છ અને સાત નંબર પર બેટિંગ કરીને, તો તેણે રમવું જ જોઇએ. ગંભીરે કહ્યું કે ઉંમર એ એક આંકડો છે જો તમે સારા ફોર્મમાં છો અને બોલને સારી રીતે હીટ કરી રહ્યા છો તો તમારે રમવુ જોઇએ.

ઘણા નિષ્ણાંતો એમએસ ધોની જેવા ખેલાડીઓ પર ઉંમર અંગે દબાણ લાવી શકે છે પરંતુ આ એક વ્યક્તિગત નિર્ણય છે. નોંધપાત્ર વાત એ છે કે ગત વર્ષે વર્લ્ડ કપમાં ભારતની સેમિ-ફાઇનલ મેચમાંથી બહાર નીકળ્યા બાદ ધોની ક્રિકેટ રમ્યો નથી અને ત્યારબાદથી એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ધોનીએ સન્યાસ લઇ શકે છે. જો કે આ અંગે હજી સુધી ધોની તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન