પાર્થ સમથાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ, શો કસૌટી જિંદગી કી -2′ ના તમામ કલાકારોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કરણ પટેલ, આમના શરીફ અને શુભાવી ચોકસીનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સમાચાર સામે આવી રહ્યા હતા કે એરિકાનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. પરંતુ અભિનેત્રીએ જાતે આ બાબતે પ્રતિક્રિયા આપી હતી અને અહેવાલની માહિતીને અફવા ગણાવી હતી. અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને લખ્યું છે કે તેનો રિપોર્ટ હજુ આવ્યો નથી. આ અફવા કોણે ફેલાવી છે તે જાણી શકાયું નથી.
એરિકાએ લખ્યું છે કે મને જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પર મારા ટેસ્ટને લઈને ખોટા સમાચાર ચાલી રહ્યા છે. જો કે, હું જાતે આશા રાખું છું કે તે નેગેટીવ આવે, પરંતુ મને હજી સુધી મરો કોરોના ટેસ્ટ મળ્યો નથી. ઓનલાઇન પોર્ટલને મારી વિનંતી છે કે કોઈ સમાચારને પુષ્ટિ કર્યા વિના ચલાવવા નહીં. જ્યારે ટેસ્ટનું પરિણામ આવશે, ત્યારે હું તમને બધાને જણાવીશ. ખૂબ પ્રેમાળ, પોઝિટીવ અને સલામત રહો.

પાર્થે કોરોના પોઝિટિવ હોવા વિશે આપી હતી માહિતી
પાર્થે તેના કોરોના પોઝિટિવ હોવા અંગે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મારો કોવિડ -19 ટેસ્ટ થયો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું દરેકને વિનંતી કરું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં જેઓ મારી સાથે સંપર્કમાં આવ્યા છે તેઓએ જવું જોઈએ અને તેમનું પરીક્ષણ કરાવવું જોઈએ. મેં મારી જાતને ક્વોરન્ટીન કર્યો છે. હું બીએમસીના સમર્થન બદલ તેમનો આભાર માનું છું. ‘
આપને જણાવી દઈએ કે ‘કસૌટી જિંદગી કી-2’નું શૂટિંગ થોડા દિવસો પહેલા શરૂ થયું હતું અને પાર્થે પહેલા શુટિંગ શરૂ કર્યુ હતું. પાર્થ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આ શોનું શૂટિંગ હવે બંધ કરી દેવામાં આવ્યું છે.
શોમાં પાર્થની બહેનનો રોલ કરનારી અભિનેત્રી પૂજા બેનર્જીનું કહેવું છે કે શોનું શૂટિંગ બંધ થઈ ગયું છે. પ્રોડક્શન હાઉસે અમારા બધા માટે કોરોના પરીક્ષણ લેવા આરોગ્ય અધિકારીને કહ્યું છે. હું સેટ પર શૂટિંગમાં વ્યસ્ત હત અને હવે હું કોરોના રિપોર્ટ આવે તેની રાહ જોઈ રહી છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
