Not Set/ નલિયા દુષ્કર્મ કાંડઃ પીડિતાએ મહિલા અધિકારીની આગેવાનીમાં CBI તપાસની કરી માંગ

અમદાવાદઃ સમગ્ર દેશ અને રાજ્યમાં ચકચાર જગાવનાર નલિયા દુષ્કર્મકાંડ ફરી ચર્ચામાં આવ્યો છે. નલિયા દુષ્કર્મ મામલે પીડિતાના હાઇકોર્ટમાં રજૂઆત કરીને CID તપાસની માંગ કરી છે  પીડિતાને સ્થાનિક પોલીસની તપાસથી સંતોષ નથી તેથી તેણે પારદર્શિતા માટે ઉચ્ચ સ્તરીય મહિલાની આગેવાનીમાં તપાસ થાય તેવી માંગ કરી છે. આ કેસમાં ભાજપના નેતાઓના નામ સંકળાયેલા છે. જેમા કૉંગ્રેસ અને […]

Uncategorized

અમદાવાદઃ સમગ્ર દેશ અને રાજ્યમાં ચકચાર જગાવનાર નલિયા દુષ્કર્મકાંડ ફરી ચર્ચામાં આવ્યો છે. નલિયા દુષ્કર્મ મામલે પીડિતાના હાઇકોર્ટમાં રજૂઆત કરીને CID તપાસની માંગ કરી છે  પીડિતાને સ્થાનિક પોલીસની તપાસથી સંતોષ નથી તેથી તેણે પારદર્શિતા માટે ઉચ્ચ સ્તરીય મહિલાની આગેવાનીમાં તપાસ થાય તેવી માંગ કરી છે.

આ કેસમાં ભાજપના નેતાઓના નામ સંકળાયેલા છે. જેમા કૉંગ્રેસ અને આપ દ્વારા આ કેસને સતત ઉછાળીને રાજકીય લાભ ખાંટી લેવા માંગ છે. ભાજપને આગામી વિધાનસભામાં આ મામલો મુદ્દો ના બન ેતે માટે પુરતા પ્રયાસ કરવમાં આવી રહી છે. તો કૉગ્રેસ દ્વારા સિટિંગ નિવૃત જજ દ્વારા તટસ્થ તપાસની માંગ પહેલાથી જ કરી રહ્યું છે.

પીડિતાના વકીલે હાઇકોર્ટમાં ફરિયાદ કરી છે કે, પોલીસ દ્વારા નિવેદન લેતી વખતે ફોન ચાલુ રાખીને આરોપીઓને સંભળાવવામાં આવતા હતા. તપાસ વખતે મહિલા પોલીસ પણ સાથે રાખવામાં આવતી નથી. પીડિતા દ્વારા બે મહિલા પાયલ અને ભાભીનું નામ આપ્યું હતું તેમ છતા FIR માં તેમનું નામ નથી રાખવામાં આવ્યું.

નલિયા દુષ્કર્મકાંડમા પીડિતાએ પોતાના વકીલ મારફતે સીબીઆઇ, તપાસની માંગ કરી હતી. જેમ સરકારી વકીલે જણાવ્યું હતું કે, પીડિતાની ઓળખ જાહેર કરનાર સામે FIR થશે. કોર્ટે આ મામલે કેસની તપાસને લગતો સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા માટે આદેશ આપ્યો હતો.

આ સમગ્ર મામલે સરકારે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, કેસની તપાસ ગંભીર તબક્કામાં છે. તપાસ માટે સીટની રચના થયેલી છે. જેમા મહિલા અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને પાયલ નામની ત્રમ મહિલા હોવાને લીધે સ્પષ્ટતા થતી નથી. આ કેસમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર કેસનું મોનિટરિંગ IGP,SP,DYSP કક્ષાના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. કેસની આગામી સુનવણી 31 માર્ચ રાખવામાં આવી છે.