Not Set/ નાપાક પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે અનેક રસ્તાઓ છેઃ આર્મી ચીફ

નરેન્દ્ર મોદીએ અમેરિકાના વોશિંગ્ટનમાં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે જ્યારે ભારત સર્જિકલ સ્ટ્રાઇક કરી તો દુનિયાએ તેના પર સવાલ ઉઠાવતી નથી. બીજી તરફ ભારતીય સૈન્યના ચીફ બિપિન રાવતે પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું કે, ભારત પાસે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે સર્જિકલ સ્ટ્રાઇક સિવાય અનેક રીતો છે.એક અંગ્રેજી અખારને આપેલા ઇન્ટરવ્યૂમાં બિપિન રાવતે કહ્યું કે, પાકિસ્તાન […]

Uncategorized

નરેન્દ્ર મોદીએ અમેરિકાના વોશિંગ્ટનમાં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે જ્યારે ભારત સર્જિકલ સ્ટ્રાઇક કરી તો દુનિયાએ તેના પર સવાલ ઉઠાવતી નથી. બીજી તરફ ભારતીય સૈન્યના ચીફ બિપિન રાવતે પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું કે, ભારત પાસે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે સર્જિકલ સ્ટ્રાઇક સિવાય અનેક રીતો છે.એક અંગ્રેજી અખારને આપેલા ઇન્ટરવ્યૂમાં બિપિન રાવતે કહ્યું કે, પાકિસ્તાન વિચારી રહ્યું હશે કે હવે તે ભારત સામે સરળ લડાઇ લડી રહ્યું છે જેમાં તેને ફાયદો થઇ રહ્યો છે. આ ખોટું છે. અમારી પાસે સર્જિકલ સ્ટ્રાઇક સિવાય અનેક રસ્તાઓ છે. રાવતે કહ્યું કે, અમારી સેના બર્બર નથી. અમે એક અનુશાસન ધરાવતી સૈન્ય છીએ, કોઇનું માથું કાપતા નથી.અમેરિકા દ્ધારા હિઝબુલ મુઝાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીનને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા પર રાવતે કહ્યું કે, પાકિસ્તાન તેને કઇ રીતે લે છે તેની રાહ જોવી જોઇએ કારણ કે જે દિવસે તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો તે દિવસે પાકિસ્તાને તેનો વિરોધ કર્યો હતો. આ અગાઉ પણ હાફિઝ સઇદ પર પ્રતિબંધ લાગ્યો હતો પરંતુ આપણે પણ જાણીએ છીએ કે તેનાથી કોઇ ફેર નથી પડતો.