Not Set/ નાસિક/ ચલણી નોટ પ્રેસ કરાયું બંધ, અધધધ કર્મચારી આવ્યા કોરોના પોઝિટીવ

  ગુજરાત સમગ્ર ભારતમાં કાળમુખા કોપ્રોના વાઇરસે કાળો કહેર વર્તાવ્યો છે. વાત કરીએ નાસિક શહેરની તો અહીં આવેલા ચાલની નોટ પ્રેસમાં અધધધ કર્મચારી કોરોના પોઝિટીવ આવતા બંધ કરવાની ફરજ પડી છે. પ્રાપ્ત વિગતો અનુસાર 40 કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા નાસિક સ્થિત કરન્સી પ્રેસ 4 દિવસ માટે બધં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાસિકમાં કરન્સી […]

Uncategorized
df730885b4fa36c16ec0f316e7df53d4 1 નાસિક/ ચલણી નોટ પ્રેસ કરાયું બંધ, અધધધ કર્મચારી આવ્યા કોરોના પોઝિટીવ
 

ગુજરાત સમગ્ર ભારતમાં કાળમુખા કોપ્રોના વાઇરસે કાળો કહેર વર્તાવ્યો છે. વાત કરીએ નાસિક શહેરની તો અહીં આવેલા ચાલની નોટ પ્રેસમાં અધધધ કર્મચારી કોરોના પોઝિટીવ આવતા બંધ કરવાની ફરજ પડી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર 40 કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા નાસિક સ્થિત કરન્સી પ્રેસ 4 દિવસ માટે બધં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાસિકમાં કરન્સી નોટ પ્રેસ અને ઈન્ડિયા સિકયુરિટી પ્રેસ આજથી ચાર દિવસ સુધી યુનિટસની કામગીરી સ્થગિત કરશે. સીએનપી એક દિવસમાં 17 મિલિયન ચલણી નોટો છાપે છે. યારે  રેવેન્યુ સ્ટેમ્પ, સ્ટેમ્પ પેપર્સ, પાસપોર્ટ અને વિઝા છાપે છે. સીએનપીમાં 2300  યારે આઇએસપીમાં 17૦૦  કર્મચારીઓ છે.

ચાર દિવસના શટડાઉન દરમિયાન કરન્સી નોટોના 68 મિલિયન ઉત્પાદનના નુકસાનને રવિવારે કામ કરીને પૂર્ણ કરવામાં આવશે. સીએનપી–આઇએસપીના સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં બંને એકમોના લગભગ 125  કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 4 દિવસ બાદ બંને પ્રેસમાં ફરીથી કામગીરી શરુ  થયા બાદ નાસિક મ્યુનિસિપલ કોર્પેારેશન તમામ કર્મચારીઓ પર એન્ટિજન ટેસ્ટ કરશે.

કરન્સી નોટ પ્રેસ અને ઇન્ડિયા સિકયુરિટી પ્રેસ બંને સિકયુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિંટિંગ કોર્પેારેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના યુનિટસ છે, જે સિક્કા ઉપરાંત સરકારી કરન્સી અને અન્ય સુરક્ષા દસ્તાવેજો પણ છાપે છે. કંપનીના દેશભરમાં કુલ નવ યુનિટસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.