Not Set/ નીરસ થઈ ગઈ છે સેક્સ લાઈફ,આ  ચીજો ટ્રાય કરશો તો રોમાંચ વધશે

  આજની સ્ટ્રેસફુલ લાઈફમાં દંપતિઓની પ્રાઇવેટ લાઈફ નીરસ થઈ ગઈ છે.કેટલાક અભ્યાસમાં એવું તારણ સામે આવ્યું છે કે જીવનની ભાગદોડીમાં સતત વ્યસ્ત રહેતા કપલની સેક્સ પ્રત્યેની રસરુચિ ઓછી થતી જાય છે. આ ઉપરાંત છેલ્લા ઘણાં સમયથી સ્ત્રી-પુરુષોની ફળદ્રુપતામાં આવેલી કમી પણ આંખે ઊડીને વળગે એટલી વધી ગઈ છે.   જોકે દાંપત્ય જીવનને મધુર બનાવવા માટે […]

Relationships

 

આજની સ્ટ્રેસફુલ લાઈફમાં દંપતિઓની પ્રાઇવેટ લાઈફ નીરસ થઈ ગઈ છે.કેટલાક અભ્યાસમાં એવું તારણ સામે આવ્યું છે કે જીવનની ભાગદોડીમાં સતત વ્યસ્ત રહેતા કપલની સેક્સ પ્રત્યેની રસરુચિ ઓછી થતી જાય છે. આ ઉપરાંત છેલ્લા ઘણાં સમયથી સ્ત્રી-પુરુષોની ફળદ્રુપતામાં આવેલી કમી પણ આંખે ઊડીને વળગે એટલી વધી ગઈ છે.

 

જોકે દાંપત્ય જીવનને મધુર બનાવવા માટે કેટલાક પ્રયોગ ઉપયોગી થઈ પડશે. નિષ્ણાતો કહે છે કે કેટલાંક ખાદ્ય પદાર્થો સ્ત્રી-પુરુષનું એકબીજા પ્રત્યેનું ખેંચાણ અને ફળદ્રુપતા વધારવામાં સહાયક બને છે. અહીં એવા ફળ અને બીજી ખાદ્ય ચીજોની જાણકારી આપવામાં આવી છે જેનું સેવન વ્યક્તિની કામોત્તેજનામાં વધારો કરે છે.

 

એવોકેડો

અવોકેડોમાં વિટામિન બી 6 ભરપુર હોય છે જેના કારણે પુરુષના સેક્સ અંગેના હોર્મોન્સ વધે છે.એવોકેદોમાં રહેલું પોટેશિયમ સ્ત્રીઓની થાઇરોઇડ ગ્રંથિનું નિયમન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.થાઇરોડ ગ્રંથિના નિયમનથી પણ કામોત્તેજના વધે છે.

 

બદામ

આપણા દેશમાં સ્ત્રી-પુરુષોની ફળદ્રુપતામાં વૃદ્ધિ કરવા માટે બદામનો ઉપયોગ સેંકડો વર્ષથી કરવામાં આવે છે. બદામની સાથે દૂધ લસોટીને ખાવાથી પણ શુષ્ક દામ્પત્ય જીવન રોમેન્ટિક બને છે.રાતે પલળેલી બદામ બીજે દિવસે ખાવાથી મગજની કેટલીક ગ્રંથીઓ બેલેન્સમાં રહે છે જેના કારણે કામોત્તેજના વધે છે.

કેળાં

કેળાંને અત્યંત કામોદ્દીપક ફળ માનવામાં આવે છે. કેળાં ખાવાથી  કામોત્તેજનામાં વૃદ્ધિ થાય છે. કેળાંમાં રહેલું પોટેશિયમ તેમ જ દરેક પ્રકારના વિટામીન ‘બી’ સેક્સ હોર્મોન્સમાં વૃદ્ધિ કરે છે.

 

મરી

મરીમાં રહેલું ‘કેપ્સિકિન’ નામનું રસાયણ આપણા ચેતાતંત્રને ઉત્તેજિત કરે છે. માનવ શરીરમાં કામોત્તેજના વધારતા એન્ડ્રોફિન્સનો સ્ત્રાવ વધારવામાં પણ મરી મહત્ત્વનો ભાગ ભજવે છે.

 

ચોકલેટ

ચોકલેટ ખાવાથી માનસિક તાણ ઘટે છે અને તન-મન હળવાં બને છે. સાથે સાથે કામોત્તેજનામાં  વૃદ્ધિ થાય છે. તેથી ચોકલેટની ગણના પણ કામોદ્દીપક ખાદ્ય પદાર્થમાં કરવામાં આવે છે.

 

કોફી 

કોફીમાં રહેલું કેફીન તન-મનને ઉત્તેજિત કરે છે. તેથી ઘણાં યુગલો કામોત્તેજના માટે કોફી પીવાનું પસંદ કરે છે.

 

જાયફળ

ચીનના લોકો દ્રઢપણે માને છે કે જાયફળમાં કામોદ્દીપક તત્ત્વો રહેલાં છે. એટલું જ નહીં, તે ફળદ્રુપતા વધારવામાં પણ સહાયક બને છે.

 

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીમાં રહેલાં તત્ત્વો જ નહીં, તેનો રંગ અને આકાર પણ પ્રેમીજનોને ઉત્તેજિત કરી મૂકે છે.