Not Set/ નેશનલ હેરાલ્ડ મામલે સોનિયા અને રાહુલને રાહત, સ્વામીની અરજી ફગાવાઇ

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ મામલે પટિયાલા હાઉસ કોર્ટે ભાજપા સાંસદ સુબ્રામણ્યમ સ્વામીને કૉંગ્રસે પક્ષ અને એસોસિએટ જર્નલ લિમિટેડના અકાઉન્ટ સાથે જોડાયેલા દસ્તાવેજોની માંગ કરતી અરજી કરી હતી જેને કોર્ટે  ફગાવી દેવામાં આવી છે. આનાથી કૉંગ્રેસના પાર્ટી અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી માટે મોટી રાહત મળી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ અરજી કરી હતી કે, કૉંગ્રેસ […]

Uncategorized

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ મામલે પટિયાલા હાઉસ કોર્ટે ભાજપા સાંસદ સુબ્રામણ્યમ સ્વામીને કૉંગ્રસે પક્ષ અને એસોસિએટ જર્નલ લિમિટેડના અકાઉન્ટ સાથે જોડાયેલા દસ્તાવેજોની માંગ કરતી અરજી કરી હતી જેને કોર્ટે  ફગાવી દેવામાં આવી છે. આનાથી કૉંગ્રેસના પાર્ટી અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી માટે મોટી રાહત મળી હતી.

સુબ્રમણ્યમ સ્વામીએ અરજી કરી હતી કે, કૉંગ્રેસ પાર્ટી અને એસોસિએટ જર્નલ લિમિટેડના એકાઉન્ટ્સમાં બેલેન્સ શીટ સાથે જોડાયેલા દસ્તાવેજોને સ્વામીને આપવામાં આવે. સ્વામીનો તર્ક હતો કે, દસ્તાવેજોથી એ સાબિત કરવું સરળ બનશે કે, કરોડો રૂપિયાની હેરાફેરી કેવી રીતે કરવામાં આવી હતી.

નેશનલ હેરાલ્ડ અખબારની 90 કરોડ રૂપિયાની સંપતિ હડપવાના મામલે કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતી લાલ બોરા, ઓસ્કર ફર્નાડિંસ, સુમન દુબે, સૈમ પિત્રોડા પર આરોપ લગાવવામાં આવ્યો છે.

સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે, ષડયંત્ર મુજબ તમામ કથિત આરોપિઓએ યંગ ઇંડિયાના નામથી એક કંપની બનાવી નેશલ હેરાલ્ડ અખબારની પબ્લિશર AJL ને પોતાના કબ્જામાં લઇ લીધી હતી. આ મામલે અંદાજે 90 કરોડ રૂપિયાની સંપતિનો અધિકાર યંગ ઇંડિયાને મળી ગયો હતો.