Not Set/ ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સની મેડિકલેઇમ પોલીસીના પ્રિમિયમમાં વધારો

મળતી માહિતી મુજબ ઇરડાની મંજુરીથી પ્રિમિયમમાં વધારો કરવામાં આવ્યો છે. ભુતકાળમાં ન્યુ ઇન્ડિયાના પ્રિમિયમના દરો ઓછા હતા. બીજી તરફ મેડીકલેઇમમાં જતી ખોટના પગલે કંપની પાસે પણ પ્રિમિયમના દરો વધારવા સિવાય કોઇ વિકલ્પ ન હતો. મેડીકલેઇમની પોલીસીના પ્રિમિયમમાં વધારો થતા જ મધ્યમ વર્ગના પોલીસી હોલ્ડરની હાલત કફોડી બની જવા પામી છે. એક લાખ રૂપિયાની પોલીસીનું પ્રિમિયમ […]

Business
images 12 ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સની મેડિકલેઇમ પોલીસીના પ્રિમિયમમાં વધારો

મળતી માહિતી મુજબ ઇરડાની મંજુરીથી પ્રિમિયમમાં વધારો કરવામાં આવ્યો છે. ભુતકાળમાં ન્યુ ઇન્ડિયાના પ્રિમિયમના દરો ઓછા હતા. બીજી તરફ મેડીકલેઇમમાં જતી ખોટના પગલે કંપની પાસે પણ પ્રિમિયમના દરો વધારવા સિવાય કોઇ વિકલ્પ ન હતો.

મેડીકલેઇમની પોલીસીના પ્રિમિયમમાં વધારો થતા જ મધ્યમ વર્ગના પોલીસી હોલ્ડરની હાલત કફોડી બની જવા પામી છે.

એક લાખ રૂપિયાની પોલીસીનું પ્રિમિયમ રૂ.૪૮૦૦ હતુ જે વધીને સીધુ જ રૂ.૧૧૭૮૩ થઇ જવા પામ્યુ છે. 

જે રીતે પ્રિમિયમના દરો ૧૦૦ ટકાથી ર૦૦ ટકા સુધીના વધી જવા પામ્યા છે. તેના પગલે હવે પોલીસી લેવી કે નહી અથવા તો પોલીસીની રકમમાં ઘટાડો કરવા માટે પણ મજબુર બન્યા છે.