Not Set/ પવિત્ર યાત્રાધામ ડાકોર/ ભક્તો આજથી કરી શકશે ઠાકોરજીના દર્શન

લોકડાઉન થી બંધ થયેલ ધાર્મિક સ્થાનો ખોલવા અનલોક 1 માં સરકારે મજૂરી આપી હતી જોકે છતાં યાત્રાધામ ડાકોર ના દ્વાર ભક્તો માટે વહીવટીતંત્ર અને મંદિર ના તાલમેલ ના  અભાવને કારણે નહોતા ખુલ્યા જોકે આજે ભક્તો ની આતુરતા નો અંત આવ્યો અને ડાકોર ના રણછોડ જી મંદિર ના દ્વાર શરતો ને આધીન ભક્તો માટે ખુલ્યા છે […]

Uncategorized
96b612211f5f55fd30849f853875408e પવિત્ર યાત્રાધામ ડાકોર/ ભક્તો આજથી કરી શકશે ઠાકોરજીના દર્શન

લોકડાઉન થી બંધ થયેલ ધાર્મિક સ્થાનો ખોલવા અનલોક 1 માં સરકારે મજૂરી આપી હતી જોકે છતાં યાત્રાધામ ડાકોર ના દ્વાર ભક્તો માટે વહીવટીતંત્ર અને મંદિર ના તાલમેલ ના  અભાવને કારણે નહોતા ખુલ્યા જોકે આજે ભક્તો ની આતુરતા નો અંત આવ્યો અને ડાકોર ના રણછોડ જી મંદિર ના દ્વાર શરતો ને આધીન ભક્તો માટે ખુલ્યા છે ભક્તો પણ સોસિયલ ડિસ્ટન સાથે દર્શન નો લાભ લીધો હતો ભક્તો ના જય રણછોડ માખણ ચોર ના નાદ થી ડાકોર મંદિર અને ડાકોર ગુંજી ઉઠ્યું હતું.

યાત્રાધામ ડાકોરના ઠાકોર રણછોડ જી મંદિર ના દ્વાર આજે 89 દિવસ બાદ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા આજ થી 23 જૂન સુધી માત્ર ડાકોર ના ભક્તો માટે જ પ્રવેશ અને દર્શન નો લાભ આપવામાં આવી રહ્યો છે દર્શન માટે મંદિર ની વેબસાઈટમાં ભક્તો એ રજિસ્ટ્રેશન કરાવવું જે બાદ આપેલ સમય દરમિયાન મંદિર માં દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો મંદિર ના દ્વાર ઉપર જ હેન્ડ સેનિટાઈઝર થી ભક્તો ને હાથ સાફ કરવી ફરજીયાત માસ્ક પહેરાવી ડાકોરના ઠાકોરના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી આજે 1 હજાર થી બધું ભક્તોને દર્શન નો લાભ આપવામાં આવશે આગામી 23 જૂનથી તાલુકા અને જિલ્લાના ભક્તોને રજિસ્ટ્રેશન બાદ મંદિરમાં દર્શન નો લાભ આપવામાં આવશે.

હાલ ડાકોર મંદિર તરફના રસ્તાઓ વાહન માટે બંધ કરી ત્યાં ભક્તો ની લાઇન માટે સોસિયલ ડિસ્ટન વાળા રાઉન્ડ બનાવવામાં આવ્યા છે જેથી એક જ સમયે દર્શન કરવા આવેલ લોકો ને સુવિધા મળી રહે જોકે લાંબા વિરામ બાદ દર્શન ખુલતા મોટાભાગના ભક્તો એ મંદિર બહાર થી પણ ભગવાન રણછોડ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.