Not Set/ પશ્ચિમ બંગાળ/ અફવા ફેલાવવાનાં આરોપમાં ભાજપ સાંસદ પર દાખલ કરાયો કેસ

  કોરોના વાયરસનાં કહેર વચ્ચે પશ્ચિમ બંગાળ જિલ્લાનાં બાંકુડાથી ભાજપનાં સાંસદ સુભાષ સરકાર વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કર્યો છે. અફવા ફેલાવવા બદલ પોલીસે ભાજપનાં સાંસદ સુભાષ સરકાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ (ડીએમએ), 2005 ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. સુભાષ સરકાર પર સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા બે શબનાં અંતિમ સંસ્કાર […]

India
 

કોરોના વાયરસનાં કહેર વચ્ચે પશ્ચિમ બંગાળ જિલ્લાનાં બાંકુડાથી ભાજપનાં સાંસદ સુભાષ સરકાર વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કર્યો છે. અફવા ફેલાવવા બદલ પોલીસે ભાજપનાં સાંસદ સુભાષ સરકાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ (ડીએમએ), 2005 ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. સુભાષ સરકાર પર સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા બે શબનાં અંતિમ સંસ્કાર અંગે અફવાઓ ફેલાવવાનો આરોપ મૂકાયો છે. વળી અન્ય સાંસદ, અલીપુરદ્વારનાં જ્હોન બાર્લાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમને ‘નજરકેદ‘ હેઠળ રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

સુભાષ સરકાર વિરુદ્ધ પોલીસની આ કાર્યવાહી મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની 15 એપ્રિલની ચેતવણી પછી સામે આવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, કોવિડ-19 અંગે ખોટી માહિતી ફેલાવતા લોકોને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. ભાજપનાં સાંસદ સરકાર વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની સેક્શન 54 અને આઈપીસીની કલમ 5૦5 (1)/188 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 14 એપ્રિલે અહીં બાંકુડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

વહીવટીતંત્રની ભૂમિકાની ટીકા કરતા સરકારે કહ્યું, ‘મેં બે મૃતદેહોને ગુપ્ત રીતે દફન કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સારી વાત એ છે કે તેમાંથી કોઈ પણ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું નથી. પરંતુ જે પ્રકારની ગુપ્તતા અપનાવવામાં આવી અને જે રીતે તેને દફનાવવામાં આવેલ તેનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.‘ સરકારે આ મુદ્દે 13 એપ્રિલનાં રોજ સોશિયલ મીડિયા પર લખ્યું હતું અને બાદમાં ફરી ભાજપનાં નેતા અને પાર્ટીનાં આઇટી સેલનાં વડા અમિત માલવીયાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. વળી, ભાજપનાં સાંસદ જ્હોન બર્લાએ 15 એપ્રિલનાં રોજ અમિત શાહને પત્ર લખ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેમના ઘરની બહાર 40 પોલીસકર્મીઓ તૈનાત છે. જેથી તે ઘરની બહાર નિકળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.