નવી દિલ્હીઃ ખૂબ જ મહત્વનો દસ્તાવેજ પાસપોર્ટ હવે આમ લોકો સરળતાથી કઢાવી શકાશે. સરકાર દ્વારા પાસપોર્ટ માટે અમુક નિમયમો હળવા બનાવ્યા છે. જે અંતર્ગત સરકારે હવે પાસપોર્ટ બનાવવા માટે બર્થ સર્ટિફિકેટ આપવું ફરજિયાત નથી. સરકારે ડેટ ઓફ બર્થના પુરાવા માટે જન્મનું પ્રમાણપત્ર જ હોવું જોઈએ એ નિયમ દૂર કર્યો છે. આ ઉપરાંત સાધુ-સન્યાસી હવે માતા-પિતાના નામની જગ્યાએ પોતાના આધ્યાત્મિક ગુરુનું નામ લખી શકશે. સરકારે શુક્રવારે આ અંગે જાણકારી આપી હતી.
વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહે જણાવ્યું હતું કે હવે પાસપોર્ટ માટે અપ્લિકેશન કરતી સમયે ડેટ ઓફ બર્થના આધાર માટે ટ્રાન્સફર/સ્કૂલ લિવિંગ/ મેટ્રીકુલેશન સર્ટિફિકેટ, પાન કાર્ડ અને આધાર કાર્ડ/ઇ આધારમાંથી કોઇ એક ડોક્યુમેન્ટ આપી શકાશે. સિંહે વધુમાં જણાવ્યું છે કે નવા રૂલ્સમાં પોતાના ડિપાર્ટમેન્ટ/મિનિસ્ટ્રીથી નો ઓબ્જેક્ટ સર્ટિફિકેટ ન મેળવી શકનારા ગર્વમેન્ટ સર્વન્ટ પણ હવે પાસપોર્ટ માટે અપ્લાય કરી શકે છે. પાસપોર્ટ રૂલ્સ 1980ના પ્રોવિઝન્સ પ્રમાણે હાલ સુધી 26 જાન્યુઆરી 1989 બાદ જન્મેલા દરેક એપ્લિકન્ટને DOB પ્રૂફ માટે બર્થ સર્ટિફિકેટ આપવું ફરજીયાત હતું.
હવે લોકોને કોઇપણ Annexe ને નોટરી કે ન્યાયિક મજિસ્ટ્રેટના વેરિફાઇડ એફિડેવિટના રૂપમાં આપવાની જરૂર રહેશે નહીં, ફ્કત સાદા કાગળ પર Annexe પ્રિંટ કરીને કામ ચાલી શકશે. પાસપોર્ટને માટે અનુલગ્નક (Annexe)ની સંખ્યા પણ 15થી ઘટાડીને 9 કરી દેવામાં આવી છે.
એપ્લિકેશનમાં લોકોએ પોતાના માતા અને પિતા બંનેના નામને બદલે ફક્ત એક નામ જ લખવાનું રહેશે. છૂટાછેડા વાળી વ્યક્તિઓએ પોતાના સાથીનું નામ આપવું જરૂરી રહેશે નહીં. લગ્ન કર્યા વિના જન્મેલા બાળકોને માટે ફક્ત અનુલગ્નક ‘જી’ આપવાનું રહે છે. દત્તક લીધેલા બાળકોને માટે પેરન્ટ્સ એક સાદા કાગળ પર એફિડેવિટ કરશે તો માન્ય ગણાશે. નવા નિયમોને માટે જલ્દી જ નોટિફિકેશન આપવામાં આવશે.
