વેલેટઃ લીબિયામાં પ્લેનનું અપહરણ કરીને માલ્ટા લઇ જવામાં આવ્યું છે. ફ્લાઇટ નંબર A 320 લીબિયાના સાભા શહેરથી ત્રિપોલી જઇ રહ્યું હતું. આ વિમાન આફ્રીકિયા એરવેજનું છે. સ્થાનિયા મીડિયાના જણાવ્યા અનુસાર ટાઇમ્સ ઓફ માલ્ટાએ આપેલી માહિતી મુજબ બે અપહરણકર્તાઓએ એરબસ A 320 ને ઉડાવી ધકમી આપવામાઁ આવી છે. જેમા 1187 લોકો સવાર છે. જેમા 7 ક્રૂ મેમ્બરનો પણ સમાવેશ થાય છે.
પ્રારંભિક જાણકારી અનુસાર ત્રિપોલી જઇ રહેલ પ્લેનને ડાયવર્ટ કરીને માલ્ટા ઉતારવામાં આવ્યું છે. આ વિમાનમાં 118 યાત્રી સવાર હતા. સ્થાનિય મીડિયા મુજબ વિમાનમાં બે અપહરણકર્તાઓ હોવાની આશંકા છે. માલ્ટાના પ્રધાનમંત્રી જોસેફ મસકટે ટ્વીટ કરીને કહ્યું છે કે, લીબિયાઇ વિમાનના અપહરણની જાણકારી મળતા જ વિમાનને શોધવા માટેનું અભિયાન શરૂ કરી દેવામાઁ આવ્યુઁ છે.
