ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની કુલ ૯૩ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદ શહેરના રાણીપમાં મતદાન કર્યું હતું. મતદાન બાદ પોલીંગ બુથમાંથી બહાર નીકળી પીએમ મોદોએ વોક-શો યોજવા અંગે કોંગ્રેસે દિલ્હી ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને તેઓ પર પ્રહારો કર્યા હતા. સાથે સાથે “ચુંટણીપંચ PMOના દબાણ હેઠળ કામ કરે છે” તેમ પણ જણાવ્યું હતું.
રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું,
- પીએમ મોદીએ આચારસંહિતાનો ભંગ કર્યો છે.
- પીએમ મોદી સામે કોઈ પગલા લેવાતા નથી.
- ચુંટણીપંચ PMOના દબાણ હેઠળ કામ કરે છે.
- ચુંટણીપંચ કઠપુતળી બની ગયું છે.
- ભાજપે પોતાની હાર સ્વીકારી લીધી છે.
- ગુજરાતની જનતા ભાજપને નકારી રહી છે.
- મોદી વારંવાર આચારસંહિતાનો ભંગ કરે છે.
- ચુંટણીપંચ બેવડું વલણ અપનાવી રહ્યું છે.
- મોદીજી FICCI નો રાજનૈતિક ઉપયોગ કરે છે.
- આ EC માટે શરમજક વાત છે.
- દિલ્હીમાં રાહુલજીનો ઇન્ટરવ્યુ થાય છે ત્યારે આચારસંહિતાનો ભંગ થાય છે.
