Not Set/ પુણ્યતિથિ/  પીએમ મોદી, રાહુલ ગાંધીએ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

આજે ભારતના પૂર્વ વડા પ્રધાન ભારત રત્ન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. આવી સ્થિતિમાં આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. આ સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પુત્ર રાહુલ ગાંધી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે. વડા પ્રધાને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, ‘પૂર્વ વડા પ્રધાન શ્રી રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.‘ […]

India

આજે ભારતના પૂર્વ વડા પ્રધાન ભારત રત્ન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. આવી સ્થિતિમાં આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. આ સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પુત્ર રાહુલ ગાંધી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે. વડા પ્રધાને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, ‘પૂર્વ વડા પ્રધાન શ્રી રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ તેમના પિતાને યાદ કરતાં લખ્યું, ‘મને સાચા દેશભક્ત, ઉદાર અને પરોપકારી પિતાનો પુત્ર હોવાનો ગર્વ છે. વડા પ્રધાન તરીકે રાજીવજીએ દેશને પ્રગતિના માર્ગ પર દોર્યો. તેમણે પોતાની દ્રષ્ટિથી દેશના સશક્તિકરણ માટે જરૂરી પગલાં લીધાં. આજે, તેમની પુણ્યતિથિ પર, હું તેમને સ્નેહ અને કૃતજ્ઞતા સાથે સલામ કરું છું.

લોકસભાના અધ્યક્ષ ઓમ કુમાર બિરલાએ રાજીવ ગાંધીને નમન કર્યા. તેમણે કહ્યું કે, પૂર્વ વડા પ્રધાન, ‘ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર હું તેમને વંદન કરું છું. આપને જણાવી દઈએ કે રાજીવ ગાંધી 21 મે 1991 ના રોજ તમિલનાડુના શ્રીપરંબુદુરમાં આત્મઘાતી બોમ્બ ધડાકામાં માર્યા ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.