ગુજરાત રાજ્યની વિદ્ભાન્સ્ભાની ખાલી પડેલી આઠ બેઠક ઉપર ચૂંટણી પંચે આગામી ૩ નવેમ્બરના રોજ ચૂંટણી જાહેર કરી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને આગામી પેટા ચૂંટણીને લઈને એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ડે. CM નીતિન પટેલે આગામી પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ ઉપર ચાબખા વીંઝતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં વિખવાદને લઈને તેમને ધારાસભ્યોએ રાજીનામાં આપવા પડ્યા હતા.
ભાજપ ચૂંટણી લડવા તૈયાર છે. આ 8 બેઠકો પર કોંગ્રેસના MLA હતા. તેમને વિધાનસભામાંથી રાજીનામાં આપતા આ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. તેમણે કોંગ્રેસના નેતૃત્વ સામે આંગળી ચીંધી હતી. આ ધારાસભ્યોની અવગણતા કરવામાં આવતા તેમણે રાજીનામાં આપ્યા હતા.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં માત્ર બેથી ત્રણ નેતાઓનું જ વર્ચસ્વ જોવા મળે છે. મહામારી દરમિયાન લાગુ પાડવામાં આવેલા લોકડાઉન દરમિયાન સરકારે પ્રજાલક્ષી કામો કર્યા અને વિવિધ યોજનાનો જનતાને લાભ મળ્યો તેવા દાવાઓ કર્યા હતા. નીતિન પટેલે ઉમેદવારનો નિર્ણય પાર્લામેન્ટ્રી બોર્ડમાં લેવાશે તેમ જણાવી અબડાસા, મોરબી સહિત આઠેય બેઠક પર ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
