Not Set/ ફિક્સ પગારદારો માટે ખુશખબર આવી શકે છે, રાજ્ય સરકાર સુપ્રિમમાં એફિડેવિટ કરશે ફાઇલ

ગાંધીનગરઃ ગુજરાતમાં ફિક્સ પગારથી કામ કરતા કર્મચારીઓ માટે સરકાર હકારાત્મક અભિગમ ધરાવવાની વાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહી હતી. તેમણે હૈયા ધારણા આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ફિક્સ પગારના કર્મચારીઓના એસોસિએશનની રજૂઆતને આધારે 10 જાન્યુઆરીએ સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરવાની છે. નાયબ મુખ્‍યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્‍યુ છે કે, રાજય સરકારમાં ફિકસ પગારથી કામ કરતા […]

Uncategorized
Untitled 128 ફિક્સ પગારદારો માટે ખુશખબર આવી શકે છે, રાજ્ય સરકાર સુપ્રિમમાં એફિડેવિટ કરશે ફાઇલ

ગાંધીનગરઃ ગુજરાતમાં ફિક્સ પગારથી કામ કરતા કર્મચારીઓ માટે સરકાર હકારાત્મક અભિગમ ધરાવવાની વાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહી હતી. તેમણે હૈયા ધારણા આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ફિક્સ પગારના કર્મચારીઓના એસોસિએશનની રજૂઆતને આધારે 10 જાન્યુઆરીએ સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરવાની છે.

નાયબ મુખ્‍યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્‍યુ છે કે, રાજય સરકારમાં ફિકસ પગારથી કામ કરતા કર્મચારીઓની રજુઆત અને માંગણીઓ સંદર્ભે સરકાર સંપુર્ણ સંવેદનશીલતા સહાનુભૂતિ પૂર્વક શકયતઃ યોગ્‍ય કરવા આગળ વધી રહી છે. અને કર્મચારી એસોસિએશનની રજુઆતના આધારે રાજય સરકાર આગામી ૧૦ જાન્‍યુઆરીએ સુપ્રીમકોર્ટમાં એફિડેવીટ કરવાની છે. પરંતુ કેટલાક પરિબળો દ્વારા રાજયની શાંતિ, એકતા અને સલામતીને ડહોળવા માટે છેલ્‍લા ઘણા મહિનાથી વિવિધ આંદોલનો દ્વારા પ્રજામાં ઉશકેરાટ કરવાનો નિષ્‍ફળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે રાજયમાં અશાંતિ ફેલાવવાના બદ ઇરાદાના પ્રયત્‍નો નિષ્‍ફળ ગયા છે, ત્‍યારે અગાઉ સામ-સામે આક્ષેપો કરનારા અને જ્ઞાતિ-જ્ઞાતિ વચ્‍ચે વર્ગ-વિગ્રહ ઉભો થાય તેવા પ્રયત્‍નો કરતા લોકો હવે રાજય સરકારના કર્મચારીઓને આગળ ધરીને તેમના નામે અપપ્રચાર કરી રહયા છે. રાજય સરકારે આ વર્ષે ૬૭ હજારથી વધુ કર્મચારીઓની એક જ વર્ષમાં ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. તે પૈકી ૨૭ હજાર કર્મચારીઓને નિમણુંકો કરી દેવાઇ છે. અને સરકાર રાજયના શિક્ષિત યુવાનોને વધુને વધુ રોજગારી આપવા સતત પ્રયાસો કરી રહી છે.

નાયબ મુખ્‍યપ્રધાન નિતિનભાઈ પટેલેએ જણાવ્યું હતુ કે, ૨૫ વર્ષ બાદ આટલી મોટી સંખ્‍યામાં રાજય સરકારે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે અને આગામી સમયમાં વધુ ભરતી પણ કરવાનું આયોજન છે ત્‍યારે રાજયના ફિકસ પગારના કર્મચારીઓ ખોટી રીતે ભરમાય નહી તે જરૂરી છે. રાજયના ૪.પ લાખથી વધુ કર્મચારીઓ અને ૪.૧ર લાખ પેન્‍શનરોને દર મહિને અંદાજિત ૩ હજાર કરોડથી વધુ પગાર અને પેન્‍શન ચુકવે છે અને પ્રતિ વર્ષ ૩૬ હજાર કરોડથી વધુ પગાર પેન્‍શન ચુકવતી હોય તેવા સંજોગોમાં યુવાન કર્મચારી ભાઇ-બહેનોને વધુ પગાર અને ભથ્થા આપવા રાજય સરકાર હકારાત્‍મક અભિગમ દાખવ્‍યો છે અને નામદાર સુપ્રિમકોર્ટમાં તે અંગે જરૂરી એફીડેવીટ પણ કરવાની છે.