ભારતમાં ખૂબસુરત લાગવા માટે લગાવવામાં આવતી ફેર એન્ડ લવલી ક્રિમ હવે નવા નામથી માર્કેટમાં આવશે તો, તેની નવાઈ નહીં. કારણ કે, દેશની સૌથી મોટી એફએમસીજી કંપની હિન્દુસ્તાન યુનિલિવર લીમીટેડ તેની બ્રાન્ડ ફેર એન્ડ લવલીનું નામ બદલશે.
કંપની દ્વારા આપવામાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નવી બ્રાન્ડનું નામ તમામ મંજૂરીઓ બાદ શરૂ કરવામાં આવશે. કંપનીએ ફેર શબ્દને ફેર એન્ડ લવલીથી દૂર કરવાનું કહ્યું છે. માનવામાં આવે છે કે, કંપનીએ રંગના આધારે ભેદભાવ દૂર કરવાના ચાલુ વિરોધને કારણે આ નિર્ણય લીધો છે.
વિશ્વમાં બ્લેક લાઇવ્સ મેટર મૂવમેન્ટ ચાલી રહી છે. પ્રિયંકા ચોપડા, કરીના કપૂર અને દિશા પટાણી જેવી બોલિવૂડ હસ્તીઓ પણ સોશિયલ મીડિયા દ્વારા આ આંદોલનને સમર્થન આપી રહી છે.
આપણે જણાવી દઈએ કે, ફેર એન્ડ લવલી ક્રિમની શરૂઆત 45 વર્ષ પહેલાં થઈ હતી. 1975 માં, હિન્દુસ્તાન યુનિલિવરે “ફેર એન્ડ લવલી” નામની ફેરિંગ ક્રીમ શરૂ કરી. દેશમાં વ્હાઇટ ક્રીમ માટે “ફેર અને લવલી” માર્કેટનો 50૦-70૦ ટકા હિસ્સો ધરાવે છે. “ફેર એન્ડ લવલી” એ વર્ષ 2016 માં 2000 કરોડના ક્લબમાં પ્રવેશ કર્યો, જે દર્શાવે છે કે ભારતમાં ફેર સ્કિન ક્રીમ કેટલી વેચાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
