Not Set/ બનાસકાંઠામાં મેઘતાંડવ : ધાનેરા બેટમાં ફેરવાયું, પુર જેવી સ્થિતિથી હજારો લોકોનું સ્થળાંતર

બનાસકાંઠા છેલ્લા બે દિસથી ભારેથી અતિ ભારે વરસાદને લઈને બેહાલ થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક તાલુકાઓમાં  લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો જિલ્લા અને અનેક તાલુકાઓના મુખ્ય રસ્તાઓ પર પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે..પરંતુ ઘરોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે ખૂટી પડતા લોકોને ઘુંટણસમા પાણીમાં થઈને વસ્તુઓ લેવા માટે બહાર નીકળવું પડી […]

Gujarat
vlcsnap 2017 07 24 15h02m04s133 બનાસકાંઠામાં મેઘતાંડવ : ધાનેરા બેટમાં ફેરવાયું, પુર જેવી સ્થિતિથી હજારો લોકોનું સ્થળાંતર

બનાસકાંઠા છેલ્લા બે દિસથી ભારેથી અતિ ભારે વરસાદને લઈને બેહાલ થઈ ગયું છેનીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છેઅનેક તાલુકાઓમાં  લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છેતો જિલ્લા અને અનેક તાલુકાઓના મુખ્ય રસ્તાઓ પર પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે..પરંતુ ઘરોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે ખૂટી પડતા લોકોને ઘુંટણસમા પાણીમાં થઈને વસ્તુઓ લેવા માટે બહાર નીકળવું પડી રહ્યું છેબનાસકાંઠામાં મોટા ભાગના તાલુકાઓની સ્થિતિ આવી જ છેતો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ભારે વરસાદના પગલે નદીનો પ્રવાહ ચાલું થયા છેજેના કારણે નદીના પાણી સોસાયટીઓમાં ઘુસ્યા છેલોકોને નીચાવાળા સ્થળોથી સુરક્ષીત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

vlcsnap 2017 07 24 15h01m52s474 બનાસકાંઠામાં મેઘતાંડવ : ધાનેરા બેટમાં ફેરવાયું, પુર જેવી સ્થિતિથી હજારો લોકોનું સ્થળાંતર

જયારે ધાનેરા શહેર પણ અતિભારે વરસાદના લીધે બેટમાં ફેરવાઈ ગયું છે..તેમજ એનડીઆરએફની ટીમે 32 વ્યક્તિઓને બચાવી સલામત સ્થળે ખસેડ્યા છેજયારે પોશીનાની સેઇ નદી બે કાંઠે વહી રહી છેલાખણી તાલુકાના જસરા ગામના 150 વધુ પરીવારોને સ્થળાંતર કરવામાં આવ્યા છેવરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છેલાખણીના નાણી ગામે 130 પરિવારના 456 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે….બાલારામ અને અમીરગઢ પાસે બનાસ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા 20 ગામોના 945 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છેતેમજ કાણોદર પાસે પાણી ભરાતાં પાલનપુરઅમદાવાદ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતોજયારે ભારે વરસાદના પગલે અમીરગઢ તાલુકાના 10 ગામો સંપર્ક વિહોણા બન્યા છે..તેમજ કાંકરેજના સમનવા ગામે ટ્રેક્ટર અંડરબ્રિજમાં ફસાતાં 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે..જિલ્લામાં વધુ વરસાદના લીધે 150થી વધુ તરવૈયાઓ તૈનાત કરવામાં આવ્યા છે.

vlcsnap 2017 07 24 16h39m23s773 બનાસકાંઠામાં મેઘતાંડવ : ધાનેરા બેટમાં ફેરવાયું, પુર જેવી સ્થિતિથી હજારો લોકોનું સ્થળાંતર

તો આ તરફ બનાસકાંઠામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છેભારે વરસાદના પગલે કેનલો  ઓવરફ્લો થઈ છેજેમાં ડીસાના આસેડામાં દાંતીવાડા કેનાલ ઓવરફ્લો થઈ છે..તો આ તરફ કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસતા લોકો બેહાલ બન્યા છેજયારે આસેડા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ઘરોમાં અને ખેતરોમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

vlcsnap 2017 07 24 15h37m54s049 બનાસકાંઠામાં મેઘતાંડવ : ધાનેરા બેટમાં ફેરવાયું, પુર જેવી સ્થિતિથી હજારો લોકોનું સ્થળાંતર

 

 

vlcsnap 2017 07 24 15h04m04s469 બનાસકાંઠામાં મેઘતાંડવ : ધાનેરા બેટમાં ફેરવાયું, પુર જેવી સ્થિતિથી હજારો લોકોનું સ્થળાંતર

vlcsnap 2017 07 24 16h37m34s646 બનાસકાંઠામાં મેઘતાંડવ : ધાનેરા બેટમાં ફેરવાયું, પુર જેવી સ્થિતિથી હજારો લોકોનું સ્થળાંતર

 

હવામાનની આગાહીના પગલે સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે..ત્યારે ડીસામાં પણ ભારે વરસાદ થયો છેવધુ વરસાદના લીધે રેલવે લાઈનના પાટા ધોવાઇ ગયા છેજયારે ડીસાના રામપુરા પાસે રેલવેના પાટા એક ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયા છેઆશરે ૫ કિલોમીટર સુધી રેલ્વે લાઈનના પાટા પર પાણી ફરી વળ્યું છેતો બીજી તરફ બનાસકાંઠા જીલ્લામાં પણ રેલ્વે લાઈનમાં પાણી ભરાતા રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો છે.

vlcsnap 2017 07 24 16h40m10s117 બનાસકાંઠામાં મેઘતાંડવ : ધાનેરા બેટમાં ફેરવાયું, પુર જેવી સ્થિતિથી હજારો લોકોનું સ્થળાંતર

પાટણમાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે..જેના કારણે શહેર જળબંબોળ થઇ ગયું છેત્યારે ભારેથી અતિ ભારે વરસેલા વરસાદના પગલે જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છેપાટણમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે પવન સાથે સાત ઇંચ જેટલો વરસાદ વરસતા જન જીવન અસ્થ વ્યસ્થ બની ગયું છે શહેરના નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાઈ ગયું છે તો શહેરનું આનંદ સરોવર પણ ઓવરફલો થઇ જતા આસપાસની સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છેરેલ્વે ગરનાળાથી લઇ હાઇવે ચાર રસ્તા તરફ જવાનો માર્ગ પાણી ભરવાના કારણે બંધ કરી દેવાયો છે જો કે વહીવટી તંત્ર દ્વારા વરસાદ પૂર્વે કરવામાં આવેલ પ્રિ-મોનસુન પ્લાન માત્ર કાગળ જોવા મળી રહ્યો છે અને લોકો વરસાદી આફતથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે તો સાથેજ જીલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા સાંતલપુર વારાહી રાધનપુર માં પણ ભારે વરસાદ ના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.

vlcsnap 2017 07 24 16h57m42s210 બનાસકાંઠામાં મેઘતાંડવ : ધાનેરા બેટમાં ફેરવાયું, પુર જેવી સ્થિતિથી હજારો લોકોનું સ્થળાંતર

vlcsnap 2017 07 24 16h58m22s671 બનાસકાંઠામાં મેઘતાંડવ : ધાનેરા બેટમાં ફેરવાયું, પુર જેવી સ્થિતિથી હજારો લોકોનું સ્થળાંતર