Not Set/ બાપુના આશીર્વાદ છે સાથે,કોગ્રેંસ થશે ઘર ભેગી -નાયબ સીએમ

કડી તાલુકાના ડાંગરવા ગામ ખાતે રાજ્ય સરકારે 18લાખનાં ખર્ચે નવિન પંચાયતભવન મંજુર કર્યુ છે.જેનાં ખાતમૂહૂર્ત પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી.જેમાં રાજકીય ચર્ચાઓ પણ ચાલી હતી.ગુજરાત કોગ્રેંસ સંગઠનમાં હાલમાં 150જેટલા નેતાઓ છે.જ્યારે ભાજપમાં માત્ર 24 જ નેતાઓ છે. ડેપ્યુટી સીએમના જણાવ્યા પ્રમાણે હવે શંકરસિંહ વાઘેલા અને ઈશ્વરસિંહ જેવા દિગ્ગજ નેતાઓના આશીર્વાદ પણ […]

India

કડી તાલુકાના ડાંગરવા ગામ ખાતે રાજ્ય સરકારે 18લાખનાં ખર્ચે નવિન પંચાયતભવન મંજુર કર્યુ છે.જેનાં ખાતમૂહૂર્ત પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી.જેમાં રાજકીય ચર્ચાઓ પણ ચાલી હતી.ગુજરાત કોગ્રેંસ સંગઠનમાં હાલમાં 150જેટલા નેતાઓ છે.જ્યારે ભાજપમાં માત્ર 24 જ નેતાઓ છે. ડેપ્યુટી સીએમના જણાવ્યા પ્રમાણે હવે શંકરસિંહ વાઘેલા અને ઈશ્વરસિંહ જેવા દિગ્ગજ નેતાઓના આશીર્વાદ પણ ભાજપના પડખે છે.જે કોગ્રેંસને ઘર ભેગી કરવાં માટે પૂરતાં છે.આ પ્રસંગે કોગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતાં.જેમાં કોગ્રેંસને દોઢ સો નેતાઓ ઉભા કર્યા હોવાનું મહેણુ મારવામાં આવ્યુ હતું.

વાધેલા સહિતના નેતાઓના આશીર્વાદથી કોગ્રેંસ ઘર ભેગી થઈ જવાની છે.આ પક્ષ માત્ર નહેરુ પરિવારથી ચાલતો હતો તેમ ડે.સીએમએ જણાવ્યુ હતું. ખાતમૂહર્તના આ પ્રસંગે કડી માર્કેટયાર્ડના ચેરમેન,રાજપૂત સમાજના પ્રમુખ સહિત ભાજપના કેટલાક અગ્રણી નેતાઓ અને અધિકારીઓએ ખાસ પ્રકારે હાજરી આપી હતી.