Not Set/ બિહારનો રહેવાસી એક્ટર અક્ષત ઉત્કર્ષની મુંબઈમાં શંકાસ્પદ મોત, પરિવારજનોએ કહ્યું – હત્યા છે

બિહારના વધુ એક અભિનેતાનું શંકાસ્પદ સંજોગોમાં મુંબઇમાં અવસાન થયું. મૂળ મુઝફ્ફરપુરના સિકંદરપુરનું રહેવાસી  બોલીવુડમાં નવોદિત કલાકાર અક્ષત ઉત્કર્ષે મુંબઈમાં ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતો હતો. આ ઘટના બાદ મૃતકના સ્વજનોએ અક્ષત ઉત્કર્ષની હત્યાનો આરોપ લગાવ્યો છે. આ અંગે મૃતકના સંબંધીએ રંજિત સિંહે જણાવ્યું હતું કે અક્ષત રવિવારે રાત્રે 9 વાગ્યે તેના પિતા સાથે વાત કરી હતી. […]

Uncategorized
c8e806aa24424ccaee857f10cdff1321 બિહારનો રહેવાસી એક્ટર અક્ષત ઉત્કર્ષની મુંબઈમાં શંકાસ્પદ મોત, પરિવારજનોએ કહ્યું - હત્યા છે

બિહારના વધુ એક અભિનેતાનું શંકાસ્પદ સંજોગોમાં મુંબઇમાં અવસાન થયું. મૂળ મુઝફ્ફરપુરના સિકંદરપુરનું રહેવાસી  બોલીવુડમાં નવોદિત કલાકાર અક્ષત ઉત્કર્ષે મુંબઈમાં ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતો હતો. આ ઘટના બાદ મૃતકના સ્વજનોએ અક્ષત ઉત્કર્ષની હત્યાનો આરોપ લગાવ્યો છે.

આ અંગે મૃતકના સંબંધીએ રંજિત સિંહે જણાવ્યું હતું કે અક્ષત રવિવારે રાત્રે 9 વાગ્યે તેના પિતા સાથે વાત કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે તેના મોતના સમાચાર મળ્યા હતા. અક્ષતના મામાએ મુંબઇ પોલીસ પર સહયોગ ન આપવાનો આરોપ લગાવ્યો છે. અક્ષત મુઝફ્ફરપુરના સિકંદરપુરમાં રહેતો વિજયંત ચૌધરી ઉર્ફે રાજુ ચૌધરીનો પુત્ર હતો.

અક્ષતનાં પરિવારજનોએ મુંબઈ પોલીસ પર એમ કહીને આરોપ મૂક્યો કે તેઓએ આ મામલે સહકાર આપ્યો નથી કે આ મામલે કોઈ કેસ નોંધ્યો નથી.

આપને જણાવી દઈએ કે, અગાઉ બિહારના જ મૂળ રૂપથી પૂર્ણિયાના રહેવાસી અને હવે પટના રહેવાસી સુશાંત સિંહ રાજપૂત  શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામ્યો હતો આ મામલે મુંબઈ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધ્યો હતો. સમર્થકો અને સુશાંતના પિતાએ સોશિયલ મીડિયા પર પટનામાં કેસ નોંધાવ્યા બાદ બિહારની એસઆઈટી આ કેસની તપાસ માટે મુંબઈ ગઈ હતી. આ અંગે ખૂબ રાજકીય રેટરિક બનાવવામાં આવી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે સુશાંત કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.