ધાર્મિક સ્થળ/ બિહારમાં ધાર્મિક સ્થળો 30 એપ્રિલ સુધી બંધ

બિહારમાં ધાર્મિક સ્થળ બંધ

India

દેશમાં કોરોના સંક્રમણ ખુબ વધી રહ્યો છે.પ્રતિદિન દરેક રાજ્યની હાલત કોરોનાના લીધે ગંભીર બનતી જાય છે.સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં બેડ ભરેલા છે ઓક્સિજનની અછત અને ઇન્જેકશની પણ અછત વર્તાઇ રહી છે. બિહારમાં પણ કોરોનાના કેસો ખુબ વધી રહ્યાં છે તેને ધ્યાનમાં લઇને બિહારના તમામ ધાર્મિક સ્થળો બંધ રહેશે.

બિહારમાં કોરોનાની હાલત કફોડી બનતી જાય છે.કોરોના કેસો વધતા બિહાર સરકારે કોવિડ-19ની નવી ગાઇડલાઇન અમલી બનાવી છે. સખ્ત નિયમોના પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બિહારમાં દરેક ધાર્મિક સ્થળો 30 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી છે.