Not Set/ બીજા દિવસના અંતે આફ્રિકા નો ધબડકો, રોલેન્ડ જોન્સનો તરખાટ

લંડનઃ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની શાનદાર સદી અને ડેબ્યુ ટેસ્ટ રમી રહેલા ફાસ્ટ બોલર ટોબી રોલેન્ડ જોન્સની ઘાતક બોલિંગની મદદથી ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટના બીજા દિવસે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. સ્ટોક્સે 153 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 112 રન બનાવ્યા, જેને કારણે ઈંગ્લેન્ડનો પહેલો દાવ 353 રનમાં પૂરો થયો હતો. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન […]

Sports

લંડનઃ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની શાનદાર સદી અને ડેબ્યુ ટેસ્ટ રમી રહેલા ફાસ્ટ બોલર ટોબી રોલેન્ડ જોન્સની ઘાતક બોલિંગની મદદથી ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટના બીજા દિવસે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. સ્ટોક્સે 153 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 112 રન બનાવ્યા, જેને કારણે ઈંગ્લેન્ડનો પહેલો દાવ 353 રનમાં પૂરો થયો હતો. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કૂકે પણ 88 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

જવાબમાં ગઈ કાલે જ્યારે બીજા દિવસની રમત પૂરી થઈ જ્યારે દક્ષિણ આફ્રિકાનો ધબડકો થતાં સ્કોર 8 વિકેટે 126 રન છે. પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં જોન્સે ડીન એલ્ગર (08)ને વિકેટ પાછળ કેચઆઉટ કરાવીને પોતાની ટેસ્ટ કરિયરની પ્રથમ વિકેટ ઝડપી હતી. જોન્સે પોતાની કાતિલ બોલિંગ ચાલુ રાખીને વધુ ત્રણ વિકેટ ઝડપતા એક સમયે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 4 વિકેટે 47 રન થઈ ગયો હતો. જોકે ટેમ્બા બાવુમા (અણનમ 34) અને કેગિસો રબાડા (30)એ આઠમી વિકેટ માટે 53 રન જોડીને ટીમને 100 રનને પાર પહોંચાડી હતી, પરંતુ સ્ટુઅર્ટ બ્રોડે રબાડાની વિકેટ ઝડપી લઈને આ ભાગીદારીનો અંત આણ્યો હતો અને દક્ષિણ આફ્રિકાનો સ્કોર 8 વિકેટે ૧૨૬ રન થઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકા હજુ ઈંગ્લેન્ડના સ્કોરથી 227 રન પાછળ છે અને તેની બે વિકેટ હજુ બાકી છે. ઈંગ્લેન્ડ તરફથી જોન્સે 4 વિકેટ, એન્ડરસને 2 વિકેટ અને બ્રોડ તેમજ સ્ટોક્સે 1-1 વિકેટ ઝડપીને દક્ષિણ આફ્રિકાની કમર તોડી નાખી હતી.