Not Set/ બુલબુલનું ટ્રેલર રિલીઝ, ખુલવા જઈ રહ્યા છે મોટી હવેલીના રાજ, રમાશે ખૂની ખેલ, જુઓ

અનુષ્કા શર્માના પ્રોડક્શનની બીજી વેબ સિરીઝ બુલબુલનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. સુપરનેચરલ થીમ પર આધારિત આ સીરીઝ ક્રાઈમ, સસ્પેન્સ, પ્રેમ અને બદલોના ટ્વિસ્ટથી ભરેલી છે. બુલબુલ 24 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ  થશે. શું છે બુલબુલની સ્ટોરી? બુલબુલનું ટ્રેલર રિલીઝ કરતી વખતે અનુષ્કા શર્માએ કેપ્શનમાં લખ્યું હતું – બાળપણમાં સૂતી વખતે સાંભળતી વાર્તાઓ સાચી થઈ […]

Uncategorized
edfa61b3f873ae74233f8db2a34f9566 બુલબુલનું ટ્રેલર રિલીઝ, ખુલવા જઈ રહ્યા છે મોટી હવેલીના રાજ, રમાશે ખૂની ખેલ, જુઓ

અનુષ્કા શર્માના પ્રોડક્શનની બીજી વેબ સિરીઝ બુલબુલનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. સુપરનેચરલ થીમ પર આધારિત આ સીરીઝ ક્રાઈમ, સસ્પેન્સ, પ્રેમ અને બદલોના ટ્વિસ્ટથી ભરેલી છે. બુલબુલ 24 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ  થશે.

શું છે બુલબુલની સ્ટોરી?

બુલબુલનું ટ્રેલર રિલીઝ કરતી વખતે અનુષ્કા શર્માએ કેપ્શનમાં લખ્યું હતું – બાળપણમાં સૂતી વખતે સાંભળતી વાર્તાઓ સાચી થઈ જાય. બુલબુલની વાર્તા બંગાળની 19 મી અને 20 મી સદીની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. બુલબુલની ભૂમિકા ત્રૃપ્તિ ડિમરીએ નિભાવી છે. બુલબુલનું બાળ લગ્ન મહેન્દ્ર (રાહુલ બોઝ) સાથે થાય છે, જે તેના કરતા ઘણો વૃદ્ધ વ્યક્તિ છે. પરંતુ બુલબુલને લાગે છે કે તેણે તેની જ ઉમર સત્યા સાથે લગ્ન કર્યા છે. બુલબુલ લગ્નના બંધમાં બંધાયેલ રહે છે, પરંતુ તે સત્યાને પ્રેમ કરે છે. સત્યા બુલબુલના પતિનો નાનો ભાઈ છે. બુલબુલના ટ્રેલરની શરૂઆતમાં, સત્યા તેને ચૂડેલની હોરર વાર્તા કહે છે.  

બુલબુલ સત્યાને દરેક પરિસ્થિતિમાં મેળવવા માગે છે. વર્ષો પછી મહેન્દ્રની હત્યા કરવામાં આવી છે. બુલબુલ સત્યાને કહે છે કે ચૂડેલ તેના પતિ મહેન્દ્રને ખાઈ ગઈ છે. બુલબુલનું પાત્ર રહસ્યમય અને સસ્પેન્સથી ભરેલું છે. વાર્તામાં ઘણાં ખૂન થયાં છે, હવે તે બુલબુલ કરે છે કે કોઈ બીજુ, તે સીરીઝ જોયા પછી જ ખબર પડી જશે.

બુલબુલમાં અવિનાશ તિવારી, ત્રૃપ્તિ ડિમરી, પાઓલી ડેમ અને પરમબ્રતા ચેટરજી અને રાહુલ બોઝ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરમાં ત્રૃપ્તિ ડિમરી બંગાળી પુત્રવધૂના પાત્રમાં સુંદર લાગી રહી છે. દરેક પાત્ર મજબૂત બતાવવામાં આવે છે. અગાઉ, બુલબુલનું મોશન પોસ્ટર ખૂબ પસંદ આવ્યું હતું. બુલબુલનું ટ્રેલર જોયા પછી ચાહકો આતુરતાથી સીરીઝની રિલીઝની રાહ જોઇ રહ્યા છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.