Not Set/ બોઇક અને સ્કૂટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોનાં મોત

આબુ રોડ ફરી બન્યો રક્ત રંજીત.  જી હા, આબુ રોડનાં માનપુર સર્કલ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હોવાની વિગતો સામે આવી રહી છે. ગમખ્વાર અકસ્માતની આ ઘટના ત્યારે બની હતી જ્યારે બાઈક અને સ્કુટર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઇ હતી. ઘટનામાં અકસ્માત સ્થળ પર જ સ્કુટર ચાલકનું મોત નીપજ્યુ હતું. વઘુ બે લોકોનું જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા […]

Gujarat Others

આબુ રોડ ફરી બન્યો રક્ત રંજીત.  જી હા, આબુ રોડનાં માનપુર સર્કલ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હોવાની વિગતો સામે આવી રહી છે. ગમખ્વાર અકસ્માતની આ ઘટના ત્યારે બની હતી જ્યારે બાઈક અને સ્કુટર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઇ હતી. ઘટનામાં અકસ્માત સ્થળ પર જ સ્કુટર ચાલકનું મોત નીપજ્યુ હતું.

વઘુ બે લોકોનું જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા ઘટનામાં કુલ મોતનો આંકડો 3 પર પહોંચી ગયો છે. અકસ્માતની ઘટનાની જાણ થતાની સાથે જ આબુરોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગળની કાર્યવાહી કરવાની સાથે સાથે ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

બાઈક અને સ્કુટરનાં અકસ્માતમાં એક સાથે 3 લોકોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં દુખનો ઓછાયો છવાઇ ગયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews