Not Set/ બોલિવૂડની સુંદર અભિનેત્રી કેટરિના કૈફ દરિયામાં માછલી સાથે તરતી જોવા મળી, જુઓ વિડીયો

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ લોકડાઉનમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ દેખાઇ રહી છે. આ દરમિયાન કેટરિના સતત પોતાના વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં કેટરીના કૈફ સમુદ્રમાં તરતી જોવા મળી રહી છે. […]

Uncategorized
44ad5a65b41af5b5375b20cd5e1200d3 બોલિવૂડની સુંદર અભિનેત્રી કેટરિના કૈફ દરિયામાં માછલી સાથે તરતી જોવા મળી, જુઓ વિડીયો

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ લોકડાઉનમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ દેખાઇ રહી છે. આ દરમિયાન કેટરિના સતત પોતાના વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયોમાં કેટરીના કૈફ સમુદ્રમાં તરતી જોવા મળી રહી છે. વિડીયોમાં કેટરિના કૈફ મોટી માછલી સાથે દરિયામાં તરતી દેખાઇ રહી છે. આ વિડીયોમાં અભિનેત્રી બરાબર જલપરી જેવી લાગે છે. કેટરિના કૈફનાં આ વિડીયો પર ચાહકો ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે અને લોકો તેનો પ્રતિસાદ આપી રહ્યા છે. કેટરિના કૈફે આ વિડીયોને વર્લ્ડ ઓશીયન ડે પર શેર કર્યો છે. વિડીયો શેર કરતી વખતે કેટરિના કૈફે કેપ્શનમાં લખ્યું હતું, “મહાસાગરમાં એક સુંદર દિવસ, મારા સૌથી અવિશ્વસનીય મિત્ર સાથે.”

કેટરિના કૈફનાં વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે છેલ્લે સલમાન ખાન સાથે ફિલ્મ ભારતમાં જોવા મળી હતી. 2019 ની સુપરહિટ ફિલ્મ્સમાંની એક ભારતમાં અભિનેત્રીનાં પાત્રની બધાએ પ્રશંસા કરી હતી. આ સાથે જ હવે ટૂંક સમયમાં કેટરિના કૈફ ફરી એકવાર અક્ષય કુમાર સાથે ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે. રોહિત શેટ્ટી દિગ્દર્શિત, આ ફિલ્મ 24 માર્ચે રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાવાયરસને કારણે ફિલ્મની રિલીઝ રોકી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.