બોલિવૂડ દુનિયામાંથી એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત સંગીતકાર ભાઈઓની જોડી સાજિદ-વાજિદમાં વાજિદ ખાનનું નિધન થયું છે. વજિદ ખાનને 31 મે નાં અંતમાં મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રખ્યાત ગાયક સોનુ નિગમે વાજિદ ખાનનાં નિધનનાં દુઃખદ સમાચારને સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યુ. વાજિદ ખાન 42 વર્ષનાં હતા. સાજિદ-વાજિદની જોડીએ બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. સલમાન ખાનની મોટાભાગની ફિલ્મો સાજિદ-વાજિદ દ્વારા કંપોઝ કરવામાં આવી છે.
વાજિદ ખાનનાં નિધન સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સિંગરનું મૃત્યુ ફક્ત 42 વર્ષની વયે થયું હતું. સોનુ નિગમે ફેસબુક પર સાજિદ-વાજિદ સાથેનો ફોટો શેર કરતાં લખ્યું કે, ‘મારો ભાઈ વાજિદ અમને છોડી ગયો.‘ પ્રિયંકા ચોપડાએ ટ્વિટર પર લખ્યું, ‘દુઃખદ સમાચાર, એક વાત હું હંમેશા યાદ રાખીશ, તે વાજિદ ભાઈનું હસવું, હંમેશા હસવું. તે જલ્દીથી અમને છોડીને ચાલ્યો ગયો. તેના પરિવાર પ્રત્યેની મારી સંવેદના. તમારા આત્માને શાંતિ મળે.‘ અહેવાલો અનુસાર, વાજિદ ખાનનું મોત કોવિડ-19 રોગચાળાને કારણે થયું છે, જોકે હજી સુધી તેની પુષ્ટિ થઈ નથી.
Terrible news. The one thing I will always remember is Wajid bhai’s laugh. Always smiling. Gone too soon. My condolences to his family and everyone grieving. Rest in peace my friend. You are in my thoughts and prayers.@wajidkhan7
— PRIYANKA (@priyankachopra) May 31, 2020
એક અહેવાલ મુજબ, વાજિદ ખાન કિડનીની બિમારીથી પીડાઈ રહ્યા હતા અને તેમની હાલત વધુ બગડતા તેમને મુંબઈની ચેમ્બુર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. થોડા મહિના પહેલા, તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. પરંતુ તેમની તબિયત સારી નહોતી. થોડા દિવસો પહેલા તપાસમાં તેમને કોરોના હોવાનુ પણ સામે આવ્યુ હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
