Not Set/ વિશ્વમાં કોરોનાથી 62 લાખ લોકો સંક્રમિત, US ટોપ 10 માં પ્રથમ અને ભારત સાતમાં ક્રમાકે

સમગ્ર દુનિયાની વાત કરીએ તો વિશ્વનાં 213 દેશો હાલમાં કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં 1 લાખ 8 હજાર નવા કોરોના કેસ નોંધાયા છે અને મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં 3,191 નો વધારો થયો છે, આ મુજબ, અત્યાર સુધીમાં લગભગ 62 લાખ લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. આમાંથી 3,73,697  લોકોનાં મોત નીપજ્યાં […]

World

સમગ્ર દુનિયાની વાત કરીએ તો વિશ્વનાં 213 દેશો હાલમાં કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં 1 લાખ 8 હજાર નવા કોરોના કેસ નોંધાયા છે અને મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં 3,191 નો વધારો થયો છે, આ મુજબ, અત્યાર સુધીમાં લગભગ 62 લાખ લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. આમાંથી 3,73,697  લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 28,43,000 લોકો ચેપ મુક્ત બન્યાં છે, વિશ્વનાં લગભગ 73 ટકા કોરોના કેસ ફક્ત 12 દેશોમાંથી જ આવ્યા છે, આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા 46 લાખ છે.

અમેરિકામાં કોરોના વાયરસનો કહેર હજુ પણ ચાલુ છે, કોવિડ-19 નાં કારણે, છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 598 પીડિતો મૃત્યુ પામ્યા છે, કુલ મૃત્યુઆંક 1,04,356 અને 17,88,762 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમેરિકામાં સૌથી વધુ કેસ ન્યૂયોર્ક સિટીથી સામે આવ્યા છે. જ્યા 3,77,714 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં જ 29,751 લોકોનાં મોત થયા છે. ત્યારબાદ ન્યૂજર્સીમાં 1,60,391 કોરોનાનાં દર્દીઓમાંથી 11,536 લોકોનાં મોત થયા છે, ઉપરાંત મૈસાચુસેટ્સ, ઇલિનોયસ પણ સૌથી વધુ પ્રભાવિત થયા છે.

આપને જણાવી દઇએ કે, સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે કોરોનાથી પ્રભાવિત વિશ્વનાં ટોચનાં 10 દેશોમાં અમેરિકા પહેલા ક્રમાંકે છે જ્યારે ભારત અહી સાતમાં ક્રમાંકે છે. જ્હોન હોપકિંગ્સ યુનિવર્સિટીનાં જણાવ્યા અનુસાર, અમેરિકામાં અત્યાર સુધીમાં 17,90,172 કોરોનાનાં કેસ નોંધાયા છે. જ્યારે ભારતમાં 1,90,609 કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.