Not Set/ આ ગુજરાતી અમેરિકને પહેલી વાર કરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ

વોશિંગ્ટન, ભારતીય-અમેરિકન દ્વારા સૌપ્રથમ વાર વ્હાઇટ હાઉસમાં આઠમી ફેબ્રુઆરીના રોજ પ્રેસ પોડિયમનું આયોજન કરવામાં આવ્યું હતું. 32 વર્ષીય રાજ શાહે  કામચલાઉ ધોરણે પ્રેસ સેક્રેટરી સારાહ હકાબી સેન્ડર્સના સ્થાને પ્રેસ બ્રીફિંગની શરૂઆત કરી હતી. રાજ શાહ હાલ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરીનું પદ સાંભળી રહ્યા છે. પ્રેસ સેક્રેટરી સારાહ હકાબી સેન્ડર્સ જેઓ હાલમાં વેકેશન પર ગયેલા છે. જોવાની […]

World

વોશિંગ્ટન,

ભારતીય-અમેરિકન દ્વારા સૌપ્રથમ વાર વ્હાઇટ હાઉસમાં આઠમી ફેબ્રુઆરીના રોજ પ્રેસ પોડિયમનું આયોજન કરવામાં આવ્યું હતું.

32 વર્ષીય રાજ શાહે  કામચલાઉ ધોરણે પ્રેસ સેક્રેટરી સારાહ હકાબી સેન્ડર્સના સ્થાને પ્રેસ બ્રીફિંગની શરૂઆત કરી હતી. રાજ શાહ હાલ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરીનું પદ સાંભળી રહ્યા છે. પ્રેસ સેક્રેટરી સારાહ હકાબી સેન્ડર્સ જેઓ હાલમાં વેકેશન પર ગયેલા છે.

જોવાની વાત એ છે, કે રાજ શાહ પર સવાલોનો મારો ચલાવવામાં આવ્યો હતો. તેમ છતાં ડર્યા વગર શાહે પ્રથમ વાર પત્રકારોને સંબોધ્યા હતા અને તેમના સવાલોના જવાબો પણ આપ્યા હતા.

ભારતીય પત્રકારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લીગલ ઇમિગ્રેશન સંબંધિત પગલાં વિશે અને તેના કારણે ભારતીય વસાહતીઓને શી અસર થશે તે વિશે તેમજ ગ્રીન કાર્ડ માટે અરજી કરતા લોકો વિશે સવાલો પૂછયા હતા.

તેમના જવાબમાં રાજ શાહે જણાવ્યું હતું કે, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ લીગલ ઇમિગ્રેશન રિફોર્મ્સ જોવા માગે છે. તેઓ ફેમિલી ચેઇન માઇગ્રેશનના હાલમાં હયાત કાયદાને વિસ્તારીને મેરીટ-બેઝ્ડ લીગલ ઇમિગ્રેશન રિફોર્મ લાવવા આતુર છે.

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકામાં આવતા તમામ લોકોને ખાતરી કરાવવા માંગે છે કે આ દેશ શ્રેષ્ઠ છે, માત્ર દેશ જ નહિ પરંતુ તમે પણ શ્રેષ્ઠ છો અને જો તમે અમેરિકામાં રહેવા માંગતા હોવ તો અમેરિકામાં તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. વધુમાં પ્રેસિડન્ટ અમેરિકાને તમે કેટલું મદદરૂપ થઇ શકો છો તે ચકાસવા મંગે છે.

તમને જણાવી દઈએ કે, રાજના માતા પિતાએ ભારતમાં લગ્ન કર્યા બાદ ૧૯૭૦માં તેઓ અમેરિકા આવી ગયા હતા. પ્રથમ તે લોકો શિકાગોમાં રહ્યા બાદ ક્નેક્તિકટ આવ્યા પછી રાજનો જન્મ ત્યાં થયો હતો. રાજના પિતા એન્જીનિયર છે જયારે તેની માતા ડેન્ટીસ્ટ છે.