Not Set/ બોલીવૂડમાં કોરોના કહેર/ અનુપમ ખેરના પરિવારનો રીપોર્ટ પોઝિટીવ

અનુપમ ખેરની માતા, ભાઈ રાજુ ખેર, ભાભી અને ભત્રીજીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેની માતા કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. અનુપમે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. જ્યારે અનુપમનો કોવિડ -19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અનુપમ ખેરે વીડિયો શેર કરીને આ વિશે માહિતી આપી છે. અનુપમ વીડિયોમાં કહે છે, “છેલ્લા કેટલાક દિવસોથી મારી માતા, […]

Uncategorized

અનુપમ ખેરની માતા, ભાઈ રાજુ ખેર, ભાભી અને ભત્રીજીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેની માતા કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. અનુપમે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. જ્યારે અનુપમનો કોવિડ -19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

અનુપમ ખેરે વીડિયો શેર કરીને આ વિશે માહિતી આપી છે. અનુપમ વીડિયોમાં કહે છે, “છેલ્લા કેટલાક દિવસોથી મારી માતા, જેને તમે દુલારી તરીકે ઓળખો છો, તેને ભૂખ નથી લાગતી. તે કંઇ ખાતી નહોતી અને સૂઈ રહેતી હતી. અમે ડોક્ટરની સલાહ પર તેનું બ્લડ ટેસ્ટ કરાવ્યું. અમે તે બધુ કરી લીધું. જેમાં બધું ઠીક આવ્યું ડોક્ટરની સલાહ પર અમે સ્કેન પણ કરાવ્યું, જેમાં કોવિડ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું. હું અને મારો ભાઈ રાજુ તેમની સાથે હતા. અમે પણ અમારું સ્કેન કરાવ્યું. રાજુમાં કોરોનાના હળવા લક્ષણો મળી આવ્યા છે. અને મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો.

મારી ભાભી રીમા, ભત્રીજી વૃંદા અને ભત્રીજાએ પણ સ્કેન કરાવ્યું. જેમાં ભાભી અને ભત્રીજીની કોરોના પોઝિટીવ આવ્યો છે. ભત્રીજાનો નેગેટીવ આવ્યો. આ પછી હું મારી માતાને કોકિલાબેન હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં તે એડમિટ છે. મારા ભાઈ અને ભાભી સહિતના લોકોએ ઘરે જ પોતાને  ક્વોરૅન્ટીન કર્યા છે. મેં બીએમસીને માહિતી આપી છે. તે ભાઈના ઘરે ગયા છે, જ્યાં સેનિટાઈઝેશન થશે. તને બધાને જાણ કરવી મારી ફરજ હતી.