બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની માતાને કોરોના વાયરસ લાગ્યો નથી. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આમિરે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી અને તે બધા લોકોનો આભાર માન્યો હતો જેમણે તેમની માતા માટે પ્રાર્થના કરી હતી. જણાવી દઈએ કે આમિરે તાજેતરમાં જ ટ્વિટર પર જણાવ્યું હતું કે તેમના ઘરના કેટલાક કર્મચારીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.
આમિર ખાને લખ્યું, ‘હેલો, મને સૌથી વધુ રાહત થઈ કે અમ્મી કોવિડ 19 નેગેટિવ છે. તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ બદલ તમારો આભાર. ‘
Hello everyone, I am most relieved to inform everyone that Ammi is Covid 19 negative.
Thank you everyone for your prayers and good wishes 🙏
Love.
a.— Aamir Khan (@aamir_khan) July 1, 2020
