Not Set/ પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવા માટેની કરાયેલી પિટિશન ખુબજ પ્રચલિત

નાપાક પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવા માટેની કરાયેલી પિટિશન અમેરિકામાં સૌથી પોપ્યુલર પિટીશન બનવા જઈ રહી છે. તેને અત્યાર સુધી 6 લાખ 65 હજાર 769 વોટ મળી ચૂક્યા છે. એટલે કે ઓબામા એડમિનિસ્ટ્રેશનનો રિસ્પોન્સ આવવા માટે જરૂરી આંકડાથી પાંચ ગણા વધારે વોટ મળ્યા છે. આ પહેલા વ્હાઈટ હાઈસની કોઈપણ પિટિશનને 3.5 લાખથી વધારે વોટ મળ્યા […]

Uncategorized

નાપાક પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવા માટેની કરાયેલી પિટિશન અમેરિકામાં સૌથી પોપ્યુલર પિટીશન બનવા જઈ રહી છે. તેને અત્યાર સુધી 6 લાખ 65 હજાર 769 વોટ મળી ચૂક્યા છે. એટલે કે ઓબામા એડમિનિસ્ટ્રેશનનો રિસ્પોન્સ આવવા માટે જરૂરી આંકડાથી પાંચ ગણા વધારે વોટ મળ્યા છે. આ પહેલા વ્હાઈટ હાઈસની કોઈપણ પિટિશનને 3.5 લાખથી વધારે વોટ મળ્યા નથી.. આ પિટિશન મુજબ અમે લોકો અમેરિકન એડમિનિસ્ટ્રેશનને અપીલ કરીએ છીએ પાકિસ્તાનને એક આતંકવાદી દેશ જાહેર કરવામાં આવે. મહત્વનું છે કે આ પિટિશનમાં સોમવાર સુધીમાં 6 લાખ 13 હજાર 830 લોકોએ સહી કરી હતી.જે બાદ મંગળવારે થયેલી ફાઈનલ કાઉન્ટિંગમાં વધુ 51 હજાર 939 વોટ ઉમેરાયા હતા. વોટના હિસાબે આ પિટીશનને અમેરિકાની અત્યાર સુધીની સૌથી પોપ્યુલર પિટીશન ગણાવવામાં આવી રહી છે. જોકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે વ્હાઈટ હાઉસ પૂરી તપાસ કર્યા બાદ જ ફાઈનલ આંકડો જોહેર કરશે. મહત્વનું છે કે, ઓબામા એડમિનિસ્ટ્રેશનની પિટિશન પર વિચાર કરવા માટે 1 લાખ વોટ મળવા જરૂરી છે. અને આ પ્રકારની પિટિશન્સની પરંપરા 2011માં શરૂ થઈ હતી.