Not Set/ ભાજપ નેતાની હત્યાનાં વિરોધમાં આજે BJP કરશે “બંગાળ બંધ”

  પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનાં કાઉન્સિલરની હત્યા બાદ વાતાવરણ તંગ બન્યું છે. આ ઘટનાનાં વિરોધમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં આજે 12 કલાકનાં બંધનું એલાન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ સચિવ સંજયસિંહે કહ્યું કે, અમે કાઉન્સિલરની હત્યાનાં વિરોધમાં આજે 12 કલાકનાં બંધની ઘોષણા કરી છે. આ ઘટના પછી, ભાજપનાં નેતા અને પશ્ચિમ બંગાળનાં સેન્ટ્રલ ઓબ્ઝર્વર […]

Uncategorized
8bc84463226952cd7d0f314a1bae182c 1 ભાજપ નેતાની હત્યાનાં વિરોધમાં આજે BJP કરશે "બંગાળ બંધ"
 

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનાં કાઉન્સિલરની હત્યા બાદ વાતાવરણ તંગ બન્યું છે. આ ઘટનાનાં વિરોધમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં આજે 12 કલાકનાં બંધનું એલાન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ સચિવ સંજયસિંહે કહ્યું કે, અમે કાઉન્સિલરની હત્યાનાં વિરોધમાં આજે 12 કલાકનાં બંધની ઘોષણા કરી છે. આ ઘટના પછી, ભાજપનાં નેતા અને પશ્ચિમ બંગાળનાં સેન્ટ્રલ ઓબ્ઝર્વર કૈલાસ વિજયવર્ગીયએ કહ્યું હતું કે, ભાજપ કાર્યકર મનીષ શુક્લાની હત્યા તિતરગઢ પોલીસ સ્ટેશનની સામે કરવામાં આવી છે. આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ.

આપને જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળનાં ઉત્તર 24 પરગણા જિલ્લામાં રવિવારે ભાજપનાં કાઉન્સિલર મનીષ શુક્લાને અજાણ્યા મોટરસાયકલ સવારોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ગોળી વાગ્યા બાદ મનીષને કોલકાતાની અક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં રવિવારે રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. બૈરકપુરનાં ભાજપનાં સાંસદ અર્જુન સિંહનાં નજીકનાં સાથી મનીષ શુક્લાની ઓળખ તેમના વિસ્તારનાં દબંગ નેતા તરીકે હતી. ભાજપનાં નેતાનાં અવસાન પછી પશ્ચિમ બંગાળનાં રાજ્યપાલ જગદીપ ધનકરે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યપાલે કાયદા અને વ્યવસ્થા અંગે ડીજીપીને સમન્સ મોકલ્યું છે. રાજ્યપાલે સોમવારે સવારે 10 વાગ્યે બંનેને રાજભવનમાં બોલાવ્યા છે.

ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસ પર મનીષ શુક્લાની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપનાં કેન્દ્રીય નિરીક્ષક કૈલાસ વિજયવર્ગીયએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે મમતા બેનર્જી સરકાર અને તેમની પોલીસ ભાજપનાં નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. મમતા બેનર્જી ભાજપનાં નેતાઓ સાથે થયેલી હિંસા અંગે મૌન છે અને પોલીસ સુરક્ષા પણ આપી રહી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.