Not Set/ ભારત સહિત વિશ્વના અનેક દેશમાં ફરીવાર સાયબર અટેક

ખંડણી માગતો વાયરસ રેનસમવેરનો ફરી અટેક થયો છે. આ વાયરસની અસર વિશ્વના અનેક દેશમાં જોવા મળી રહી છે અને ભારતમાં પણ આ વાયરસે ઘણું નુકસાન પહોંચાડ્યું છે. મુંબઈના સૌથી મોટા પોર્ટ ટ્રસ્ટમાં પણ આ વાયરસને કારણે કામકાજ ઠપ થઈ ગયું છે. મુંબઈના જવાહર લાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટની સિસ્ટમ આ વાયરસને કારણે ડાઉન હોવાના સમાચાર છે.સાઈબર […]

Uncategorized

ખંડણી માગતો વાયરસ રેનસમવેરનો ફરી અટેક થયો છે. આ વાયરસની અસર વિશ્વના અનેક દેશમાં જોવા મળી રહી છે અને ભારતમાં પણ આ વાયરસે ઘણું નુકસાન પહોંચાડ્યું છે. મુંબઈના સૌથી મોટા પોર્ટ ટ્રસ્ટમાં પણ આ વાયરસને કારણે કામકાજ ઠપ થઈ ગયું છે. મુંબઈના જવાહર લાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટની સિસ્ટમ આ વાયરસને કારણે ડાઉન હોવાના સમાચાર છે.સાઈબર એટેકની યુરોપમાં સૌથી ખરાબ અસર દેખાઇ રહી છે. યુક્રેનમાં સરકારી મંત્રાલય, વીજ કંપની, બેન્ક, વિમાન બનાવતી કંપની એંતોનોવ અને ટપાલ સેવાને માઠી અસર થઇ છે. કમ્પ્યૂટર સિસ્ટમ લૉક થતાં રાજધાની કીવની મેટ્રોમાં પેમેન્ટ કાર્ડ કામ કરતા નથી. ઘણા પેટ્રોલ સ્ટેશન પણ ઠપ થઇ ગયા. યુક્રેનના નાયબ વડાપ્રધાને ટિ્વટર પર એક ફોટો મૂક્યો છે, જેમાં સ્ક્રીન પર સિસ્ટમમાં ખરાબીની સૂચના દેખાઇ રહી છે. ભારતમાં જવાહર નહેરુ પોર્ટમાં પણ થઈ સાઈબર એટેકની અસર જોવા મળી છે.