Not Set/ ભારે વરસાદ વચ્ચે આસામમાં ભૂસ્ખલન, 20 લોકોનાં મોત

ભારે વરસાદ વચ્ચે આસામ રાજ્યનાં ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 20 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં મોટા ભાગનાં દક્ષિણ આસામનાં ત્રણ જુદા જુદા જિલ્લાનાં ત્રણ જુદા જુદા પરિવારોનાં લોકો છે. આ ઘટના દક્ષિણ આસામનાં બરાક ખીણ વિસ્તારમાં બની છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કછાર જિલ્લામાં સાત લોકો, હૈલાકાંડી […]

India
87ee6e4de0334f9bf4986ea182344814 1 ભારે વરસાદ વચ્ચે આસામમાં ભૂસ્ખલન, 20 લોકોનાં મોત

ભારે વરસાદ વચ્ચે આસામ રાજ્યનાં ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 20 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં મોટા ભાગનાં દક્ષિણ આસામનાં ત્રણ જુદા જુદા જિલ્લાનાં ત્રણ જુદા જુદા પરિવારોનાં લોકો છે. આ ઘટના દક્ષિણ આસામનાં બરાક ખીણ વિસ્તારમાં બની છે.

છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કછાર જિલ્લામાં સાત લોકો, હૈલાકાંડી જિલ્લામાં સાત અને કરીમગંજ જિલ્લામાં 6 લોકોનાં મોત થયા છે. જો કે ઘણા અન્ય ઘાયલ થયા છે. હાલ ઘટના સ્થળે બચાવ ટીમો રવાના કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ વિસ્તારોમાં વરસાદને કારણે દર વર્ષે ભૂસ્ખલનની ઘટનાઓ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.