મચ્છરોએ મનુષ્ય અને અન્ય પ્રાણીઓનું લોહી પીવાનું શરૂ કર્યું કારણ કે તેઓ શુષ્ક સ્થિતિમાં રહેતા હતા. જ્યારે પણ હવામાન શુષ્ક હોય છે અને મચ્છરોને તેમના સંવર્ધન માટે પાણી મળતું નથી, ત્યારે તેઓ મનુષ્ય અથવા પ્રાણીઓનું લોહી ચૂસવાનું શરૂ કરે છે. ન્યુ જર્સીની પ્રિન્સટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આફ્રિકાની એડીસ એજિપિટીના મચ્છરનો અભ્યાસ કર્યો. આ તે જ મચ્છર છે જેના કારણે ઝીકા વાયરસ ફેલાય છે. જેના કારણે જ ડેન્ગ્યુ અને પીળો તાવ આવે છે. પ્રિંસટન યુનિવર્સિટીના સંશોધનકર્તા નોહા રોઝ કહે છે કે મચ્છરોની જુદી જુદી જાતિના આહારનો આજ સુધી કોઈએ અભ્યાસ કર્યો નથી. અમે આફ્રિકાના સબ-સહારન ક્ષેત્રમાં 27 સ્થળોએથી એડીસ એજીપ્પ્ટી મચ્છરના ઇંડા લીધાં.
અમે મચ્છરને આ ઇંડામાંથી બહાર નિકડવા દિધા પછી તેમને માનવીઓ, અન્ય જીવો, ગિનિ પિગ વગેરે પર લેબોરેટ્રીમા બંધ ડબ્બામાં છોડી દીધા, જેથી તેમનું લોહી પીવાની રીત સમજી શકાય. એડીસ એજિપ્ટી મચ્છરોની વિવિધ જાતિના મચ્છરોનો ખોરાક સંપૂર્ણ રીતે જુદું બહાર આવ્યું છે. પરંતુ, જ્યાં મનુષ્ય પાણીનો સંગ્રહ કરે છે, ત્યાં એનોફિલ્સ મચ્છર (મેલેરિયા) માટે કોઈ સમસ્યા નથી. તેઓ કૂલર, પોટ્સ અને પથારી જેવા સ્થળોએ ઉછરે છે. પરંતુ જ્યારે પાણીની તંગી હોય છે, તેઓ તરત જ લોહી પીવા માટે માણસો અથવા અન્ય જીવો પર હુમલો કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
